-
રિક્ષામાં મૂકેલા કોથળામાંથી જથ્થો ઝડપાયો
-
પોલીસે ગાંજા સહિત રૂ. 3,05,860 નો મુદ્દામાલ જપ્ત કર્યો
સોજિત્રા પોલીસે મંગળવારે સાંજે મલાતજ ગામના દેવા રોડ પર વોચ ગોઠવીને રિક્ષામાં લઇ જવાતો 22 કિલો ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત પાંચને ઝડપી પાડી 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી NDPC ધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
સોજીત્રા પોલીસ પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાતમી મળી હતી કે દેવા રોડ પર નશીલા દ્રવ્યોની હેરાફેરી થવાની છે. પોલીસે ટીમ ભાથીજી મંદિર પાસે વોચ ગોઠવી હતી. ત્યારે એક સીએનજી રીક્ષા આવી ચડતા પોલીસે તેને શંકાના આધારે રોકતા તેમાં એક મહિલા સહિત પાંચ શખ્સો મળ્યા હતા. રિક્ષા પાછળ મુકેલા કોથળામાં માદક પદાર્થ હોવાનું જણાતા ડીએસપીને જાણ કરી હતી. જે બાદ FSLની ટીમ આવી પહોંચી હતી. અને નાર્કોટિક તપાસ કરતા પકડાયેલ પદાર્થ ગાંજો હોવાનું જણાયું હતું. તેનું વજન કરતાં 22 કિલો, 925 ગ્રામ જેટલો હતો. જેની કિં.રૂ. 2 લાખ 29 હજાર જેટલી થાય છે.










