• સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

  • પ્રસંગે તાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી
  • યુનિવર્સિટીમાં કુલપતિ ર્ડા.રોહિત દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, રાજકીય પાર્ટીના કાર્યાલયો, સહકારી બેંકો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સહિત વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરમાં અંબાજી નેળીયામાં આવેલા સારથી ચોક ખાતે નગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. યુનિવર્સિટીમાં કુલપતિ ર્ડા.રોહિત દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ દશરથજી ઠાકોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા પંચાયત ખાતે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ડેલીગેટ, અધિકારી, કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રમુખ શંકરજી ઠાકોરના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ચેરમેન સ્નેહલભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરની વિવિધ કચેરીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા.


  • Follow us on: