• રન-વેના છેડે ઊભેલી ટ્રક સાથે અથડાઈ ફ્લાઈટ
  • શારજાહથી આવેલી ફ્લાઈટમાં 160 મુસાફરો હતા સવાર
  • ઘટનાને લઈ એરપોર્ટ ઓથોરિટીએ આપ્યા તપાસના આદેશ

સુરત એરપોર્ટ પર ફ્લાઈટનો ટ્રક સાથે અકસ્માત થયો છે. જેમાં રન-વેના છેડે ઊભેલી ટ્રક સાથે ફ્લાઈટ અથડાઈ છે. શારજાહથી આવેલી ફ્લાઈટમાં 160 મુસાફરો સવાર હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. ઘટનાને લઈ એરપોર્ટ ઓથોરિટીએ તપાસના આદેશ આપ્યા છે. 

સુરત એરપોર્ટ પર મોટી ઘટના બનતા બચી

[[$googlead]]

સુરત એરપોર્ટ પર મોટી ઘટના બનતા બચી છે. જેમાં ફ્લાઇટ ટ્રક સાથે ભટકાયું ત્યારે ફ્લાઇટમાં 160 મુસાફરો સવારી કરી રહ્યાં હતા. શારજાહ ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ટ્રક સાથે ભટકાઈ છે. પેરેલલ ટેક્સી ટ્રેક નિર્માણ કામમાં ટ્રક રનવેના કિનારે ઉભી હતી. સદનસીબે એકપણ મુસાફરને ઇજા પહોંચી નથી. શારજાહ પ્લેનની વિંગ ક્ષતિગ્રસ્ત થઇ છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તપાસના આદેશ અપાયા છે. 

[[$alsoread]]

ટ્રક ચાલકની ભૂલને કારણે 160 મુસાફરોનો પ્રવાસ બગડ્યો

શારજાહથી આવતી ફ્લાઇટ લેન્ડ થયા બાદ રન-વેથી એપ્રેન તરફ જઈ રહી હતી. આ જ સમયે ફ્લાઇટની એક વિંગ રન-વેની સાઇડ પર ઊભેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. જેને કારણે વિંગ ડેમેજ થતાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરી દેવી પડી હતી. માટી લાવતી ટ્રકનો ચાલક રન-વે પાસે પાર્ક કરી જતો રહ્યો, જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકની ભૂલને કારણે 160 મુસાફરોનો પ્રવાસ બગડ્યો હતો. કારણ કે, ફ્લાઈટ મોડી પડી હતી.

  • Follow us on: