- ખોડિયાર મંદિર પાસે ગળનાળુ પાણીમાં ગરકાવ
- શ્રેયસ, માઈ મંદિર પાસે ગળનાળુ પાણીમાં ગરકાવ
- ભારે વરસાદથી વૈશાલી ગરનાળુ પાણીમાં ગરકાવ
ખેડા જિલ્લાના નડિયાદમાં ભારે વરસાદ વરસતા ભારે માત્રામાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે,શહેરના ખોડિયાર મંદિર પાસે આવેલુ ગરનાળુ પાણીમાં ગરકાવ થયું છે.લાંબા સમયના વિરામ બાદ નડિયાદ શહેરમાં રાત્રિ દરમિયાન પડયો છે ધોધમાર વરસાદ,અંદાજે સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
તમામ ગરનાળાઓ પાણીમાં ગરકાવ
નડિયાદને પૂર્વથી પશ્ચિમને જોડતા તમામ ગરનાળાઓ પાણીમાં ગરકાવ થયા છે,મળતી માહિતી મૂજબ શ્રેયસ ,ખોડિયાર ,માઈ મંદિર તેમજ વૈશાલી ગરનાળુ પાણીમાં ગરકાવ થયું છે.ગરનાળામાં પાણી ભરાતા લોકોને ચારથી પાંચ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે.ચાર પાંચ કલાક વિતી ગયા હોવા છતાં પણ ગરનાળાઓમાંથી પાણીનો નિકાલ ન થતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

નડિયાદમાં મોડીરાતથી વરસાદ શરૂ
નડિયાદ શહેરમાં મોડી રાતથી વરસાદ શરૂ થતા શહેરમાં જયાં જુઓ ત્યાં પાણી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,ગઈકાલ રાતથી સવાર સુધી શહેરમાં છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે,ત્યારે નાગરિકો પણ પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે,ગરનાળામાં પાણી ભરાતા ગરનાળા બંધ કરાયા છે એટેલે શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લોકોને ટ્રાફિકની સમસ્યાનો પણ સામનો કરવાના વારો આવ્યો છે.
તંત્રની કામગીરી પોકર સાબિત થઈ
ચોમાસાની શરૂઆત પહેલા નગરપાલિકા અને કોર્પોરેશન દ્રારા પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી કરવામા આવે છે જેમાં શહેરમાં અથવા તાલુકામાં જયા વધારે પાણી ભરાતા હોય તેવી જગ્યાએ પાણી ના ભરાયા તેના માટે કામગીરી થતી હોય છે અને તેને લઈ અલગ બજેટ પણ ફાળવવામાં આવતું હોય છે ત્યારે જે રીતે પાણી ભરાયા છે તેને જોઈને લાગી રહ્યું છે કે,નગરપાલિકાએ કેવી કામગીરી કરી હશે.









