- ભક્તે એક કિલોગ્રામ સોનાની ભેટ અંબાજી મંદિરને આપી
- સોનું ભેટ ધરનારનુ નામ ગુપ્ત રાખવામાં આવ્યુ છે
- રૂ.11 લાખનો ચેક અને 11 તોલા સોનુ દાનમાં મળ્યું
પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરના શીખરને સોનેથી મઢવામાં આવી રહ્યુ છે. આ માટે ભક્તો પણ અહીં સુવર્ણ દાન કરી રહ્યા છે. તેમાં અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા દાનનો પ્રવાહ યથાવત છે. જેમાં 2 દિવસમાં અંબાજી મંદિરને રૂપિયા 79.250 લાખનું દાન મળ્યું છે.
આજે રૂપિયા 11 લાખનો ચેક અને 11 તોલા સોનુ મંદિર ટ્રસ્ટને દાનમાં મળ્યું
ગઈકાલે 62 લાખનું સોનુ દાનમાં મળ્યું હતું. ત્યારે આજે રૂપિયા 11 લાખનો ચેક અને 11 તોલા સોનુ મંદિર ટ્રસ્ટને દાનમાં મળ્યું છે. અન્ય એક માઈ ભક્તે 11 તોલા સોનાનાં દાગીનાનુ મંદિર ટ્રસ્ટને ગુપ્તદાન કર્યું છે. અંબાજી મંદિરના મુખ્ય શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી પ્રથમ ફેજમાં પૂર્ણ થઇ છે. તેમજ બીજા ફેજમા નાના મોટા પાંચ શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી હાથ ધરાશે.
સુવર્ણ શીખરને સોનેથી મઢાઈ રહ્યુ છે
પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરના શીખરને સોનેથી મઢવામાં આવી રહ્યુ છે. આ માટે ભક્તો પણ અહીં સુવર્ણ દાન કરી રહ્યા છે. આવી જ રીતે અંબાજી મંદિર ટ્રસ્ટને અમદાવાદના ધોળકા ના એક ભક્ત દ્વારા 1 કિલોગ્રામ સોનું ભેટ ધરવામાં આવ્યુ છે. સુવર્ણ શીખરને સોનેથી મઢાઈ રહ્યુ છે. મંદિરના શીખરને સુવર્ણથી મઢવાનુ કાર્ય ઝડપભેર ચાલી રહ્યુ છે. આ માટે ભક્તો પણ યથાશક્તિ સુવર્ણ દાન કરી રહ્યા છે.
એક ભક્તે એક કિલોગ્રામ સોનાની ભેટ અંબાજી મંદિરને આપી
એક ભક્તે એક કિલોગ્રામ સોનાની ભેટ અંબાજી મંદિરને આપી છે. અમદાવાદના ધોળકા તાલુકાના બદરખા ગામના એક ભક્તે આ દાન કર્યુ છે. 62 લાખ રુપિયાની કિંમતનુ આ સોનુ અંબાજી મંદિરને ભેટ ધરવામા આવ્યુ છે. બદરખા ગામથી સોનું ભેટ લઈને આવેલા ભક્તે જણાવ્યુ હતુ કે, સોનું ભેટ ધરનારનુ નામ ગુપ્ત રાખવામાં આવ્યુ છે. જે ભક્ત પોતાનુ નામ ગુપ્ત રાખીને મંદિરને ભેટ ધરી છે. આ માટે પદયાત્રા કરીને સોનું ભેટ માટે લઈ આવ્યા હતા.









