અમદાવાદમાં અત્યારે ઉત્તરાયણ તહેવારનો માહોલ જામ્યો છે. જો કે અમદાવાદના લોકોએ ઉત્તરાયણ તહેવારની ઉજવણીમાં બેવડો આનંદ લીધો. શહેરીજનોએ પતંગ ચગાવવાની સાથે ફલાવર શોનો પણ નિહાળ્યો. શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે AMC દ્વારા ફલાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.


AMCની આવકમાં વધારો

શહેરીજનોએ તહેવારમાં ડબલ મજા માણી. 14 મી જાન્યુઆરીએ ઉત્તરાયણના પ્રથમ દિવસે ફલાવર શોમાં મુલાકાતીઓનો ભારે ધસારો જોવા મળ્યો. અત્યાર સુધીમાં સૌથી વધારે 1 લાખ 1 હજાર 889 લોકો એક જ દિવસમાં મુલાકાત લીધી. ફલાવર શોમાં મુલાકાતીઓના ભારે ધસારો જોતા AMCને પણ સારી કમાણી થઈ. પ્રારંભિક આંકડા મુજબ 14 જાન્યુઆરી એક જ દિવસમાં લાખોથી વધુ લોકોએ ફલાવર શોની મુલાકાત લીધી હતી. અને જેના કારણે એક જ દિવસમાં AMCને ફ્લાવર શોની 86 લાખ 9 હજાર 800 ની આવક થયાનું અનુમાન છે. એકબાજુ પતંગબાજો પતંગ ચગાવી ઉજવણી કઈ રહ્યા છે. તો બીજી બાજુ રિવરફ્રન્ટ ખાતે ફલાવર શોની મુલાકાત લઈ તહેવારમાં બેવડી ઉજવણીનો આનંદ લઈ રહ્યા છે. લોકોનો આવો અધધ...ધસારો જોતાં લાગે છે કે આ વર્ષે પણ અમદાવાદનો ફલાવર શો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવશે.

ફલાવર શો સુપર હિટ

શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ફલાવર શોનુ આયોજન કરવામાં આવે છે. લોકોનો સારો પ્રતિસાદ મળતાં દર વર્ષે ફલાવર શોમાં જુદી-જુદી થીમ રાખવા સાથે વિવિધ સ્કલ્પર્ચ તૈયાર કરાય છે. શહેરમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફલાવર શોની શરૂઆત થઈ ગઈ છે. દરમ્યાન શનિવાર અને રવિવારની જાહેર રજા બાદ આવતા ઉત્તરાયણ તહેવારના પ્રથમ દિવસે જ રિવરફ્રન્ટ ખાતે ફલાવર શો જોવા ભીડ ઉમટી પડી. લોકોમાં દિનપ્રતિદિન ફલાવર શોના વધતા આર્કષણને લઈને તંત્ર દ્વારા ફલાવર શોની મુદતમાં વધારો કરાયો છે. 3 જાન્યુઆરીએ શરૂ થયેલ ફલાવર શો 24 જાન્યુઆરી સુધી ચાલશે.

  • Follow us on: