- 5 અસરગ્રસ્તોને ખેડબ્રહ્મા સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાયા
- પાંચ માંથી એક બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું
- 2 લોકોના મોતથી ગામમાં શોકનો માહોલ, લોકોએ કરી ન્યાયની માંગ
સાબરકાંઠામાં પોશીના તાલુકાના ગણવા ગામમાં એક જ પરિવારના 7 સભ્યોને ખોરાકી ઝેરની અસર થતાં ખળભળાટ મચી ગયો હતો. ફૂડ પોઇઝનિંગને કારણે એક જ પરિવારના સાત સભ્યોમાંથી 2 બાળકોના મોત થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. જ્યારે, અન્ય 5 સભ્યોને સારવાર માટે ખેડબ્રહ્માની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એક જ પરિવારના સાત સભ્યોને ફૂડ પોઇઝનિંગ થતાં બે બાળકોના મોત થતાં સમગ્ર ગામમાં શોકનુ મોજું ફરી વળ્યું હતું. સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ 5 સભ્યો માંથી 1 બાળકની સ્થિતિ હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, ગણવા ગામમાં એક જ પરિવારના સભ્યો ઇડર તાલુકાના ભ્રરમપુરિ ગામમાં પટેલ પ્રવિણભાઈને ત્યાં છેલ્લા 7 વર્ષથી ભાગિયા તરીકે કામ કરતા હતા. આ ઘટના બાદ ગણવા ગ્રામજનોએ પરીવારને ન્યાય મળે તેવી માંગ કરી હતી. ઘટનાને પગલે તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. પરીવારને યોગ્ય ન્યાય મળે તે માટે ગામલોકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે.