• PM નરેન્દ્ર મોદી GCMMFના કાર્યક્રમમાં હાજર રહેશે
  • અમિત શાહ સહિત નેતાઓ અને ફેડરેશનના હોદ્દેદારો રહેશે હાજર
  • સવા લાખ પશુપાલકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવશે

ગુજરાત કો. મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલિ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત નેતાઓ અને ફેડરેશનના હોદ્દેદારો હાજર રહેશે. આ માટે સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ગુજરાત કોપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMFના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ફેડરેશન દ્વારા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશાળ સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

દરેક ગામમાંથી ખેડૂત અને પશુપાલકોના પ્રતિનિધિઓ હાજર રહેશે

[[$googlead]]

[[$alsoread]]

વડાપ્રધાન મોદીની હાજરીમાં આયોજીત કાર્યક્રમમના મહાસંમેલનમાં અંદાજે 1 લાખથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ માટે પૂરજોશમાં તૈયારીઓ થઇ રહી છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલનો ગોલ્ડન જ્યુબિલી સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં સવારે 10:30 કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના સહકાર મંત્રી અમિત શાહ હાજરી આપશે. તેઓ ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા સવા લાખથી વધુ લોકોને સ્ટેડિયમમાં સંબોધન કરશે.

આ ઉપરાંત વડાપ્રધાનના સંબોધન પહેલા અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમુલ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રામ્ય વિસ્તારોમાં કરાયેલી કામગીરી સહિતનાનું પ્રદર્શન મેદાનમાં કરવામાં આવશે. આ મહાસંમેલનમાં અંદાજે સવા લાખ ખેડૂતો ઉપસ્થિત રહેશે. જે પૈકી અડધોઅડધ સંખ્યા મહિલાઓની હશે કે જે ગુજરાતના સહકારી ક્ષેત્રની કરોડરજ્જૂ છે.

વિવિધ પ્લાન્ટનું ઉદ્ધાટન કરવામાં આવશે

આ કાર્યક્રમમાં ગુજરાતના દરેક ગામથી ખેડૂત આવશે. સાબરડેરીમાં 600 કરોડના ચીઝ પ્લાન્ટ લોકાર્પણ કરવામાં આવશે. જેની સાથે જ આણંદમાં દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ ઉદ્ઘાટન કરવામાં આવશે. જેની સાથે જ ભરુચ ડેરીની મુંબઈમાં શરુ કરાયેલ ડેરીનું પણ ઉદ્ધાટન કરવામાં આવશે. જ્યાં કચ્છમાં નવનિર્મિત ચોકલેટ પ્લાન્ટનું પણ PM ઉદ્ધાટન કરશે.

  • Follow us on: