હવે ગુજરાતમાં પહેલી વાર ડોગ સ્મશાન દાણીલીમડા ખાતે બનવા જઈ રહ્યું છે તેની તૈયારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે અંદાજિત રૂપિયા 30 લાખના ખર્ચે સીએનજી ડોગ સ્મશાન બનાવવામાં આવશે જેમાં શહેરમાં મૃત્યુ પામતા શ્વાનોને સ્મશાન ખાતે લાવી તેની અંતિમ ક્રિયા કરવામાં આવશે.
CNG ડોગ સ્મશાન બનાવવામાં આવશે
સૌ પ્રથમ ડોગ સ્મશાન શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા કરુણા મંદિર ખાતે બનવા જઈ રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 30 લાખના ખર્ચે CNG ડોગ સ્મશાન બનાવવામાં આવશે. શહેરમાં મૃત પામતા કુતરાઓને સ્મશાન ખાતે લાવી તેની અંતિમ ક્રિયા કરવામાં આવશે. આવશે આ સ્મશાનમાં સીએનજી ભટ્ટી હોવાના કારણે એક સાથે બે ડોગની અંતિમ ક્રિયા થઈ શકશે. જે નાગરિકો પોતાના મૃત પેટ ડોગના અંતિમ સંસ્કાર કરવા માંગશે તેઓ પણ અહીંયા અંતિમ સંસ્કાર કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
ડોગ રિહેબ સેન્ટર બનાવવામાં આવ્યું છે
જેના માટે આગામી સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નીતિ પણ નક્કી કરવામાં આવશે,બે વર્ષથી શહેરમાં ડોગ માટેનું સ્મશાન બનાવવા માટેની પ્રક્રિયા અંગે વિચારણા હાથ ધરવામાં આવી રહી હતી. શહેરથી દૂર ગ્યાસપુર નજીક ડોગ સ્મશાન બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે ત્યારબાદ ડોગ સ્મશાન બનાવવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા દ્વારા ડોગ સ્મશાન બનાવવાની લઈને સુચના આપવામાં આવી હતી. જેના પગલે દાણીલીમડા ખાતે આવેલા કરુણા મંદિરમાં જ્યાં ડોગ રિહેબ સેન્ટર બનાવવામાં આવ્યું છે ત્યાં જ ડોગ સ્મશાન બનાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઘરમાં પરિવારના સભ્ય તરીકે પેટ ડોગને રાખતા હોય છે
CNG ભઠ્ઠી વાળું ડોગ સ્મશાન બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. રૂ. 30 લાખના ખર્ચે ડોગસ સ્મશાન બનાવવામાં આવશે જે માટેનું નવું અત્યાધુનિક સીએનજી ભઠ્ઠીવાળું મશીન ઊભું કરવામાં આવશે. 80 કિલોની ક્ષમતા ધરાવતું અંતિમ ક્રિયા માટેનું મશીન બનાવવામાં આવશે એક સાથે બે ડોગની અંતિમ ક્રિયા થઈ શકશે. નાગરિકોને પોતાના પેટ ડોગ માટે ખૂબ જ લાગણી હોય છે. ઘરમાં પરિવારના સભ્ય તરીકે પેટ ડોગને રાખતા હોય છે ત્યારે તેની અંતિમ ક્રિયા હવે ખૂબ જ સન્માન સાથે થાય તેવી આખી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
અત્યાર સુધીમાં 5000થી વધુ પેટ ડોગના રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં 5000થી વધુ પેટ ડોગના રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે આ ઉપરાંત મોટી સંખ્યામાં સ્ટ્રીટ ડોગ પણ આવેલા છે. છે મ્યુનિસિપલ કોર્પોરેશનને રોજના અંદાજે 40થી 50 જેટલા મૃત પશુઓના નિકાલ માટેની ફરિયાદો મળે છે. જેમાં અંદાજે 8 થી 10 જેટલા કુતરાઓનો સમાવેશ થાય છે. પ્રાણીઓના સન્માનનીય રીતે અંતિમ સંસ્કાર થાય તેના માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે જે અંતર્ગત ડોગ સ્મશાન બનાવવામાં આવ્યું છે.









