ગુજરાતમાં સિંહ ગણતરી મુદ્દે વનમંત્રી મુળુ બેરાનું નિવેદન સામે આવ્યું છે,તેમનું કહેવું છે કે,પ્રથમ વખત સિંહ ગણતરીમાં AIની મદદ લેવાશે અને વન વિભાગનો સ્ટાફ સજ્જ થયો છે,10 થી 13મે સુધી યોજાશે સિંહ ગણતરી અને આ સિંહની ગણતરીમાં સ્વયંસેવકો, વન વિભાગ, એનજીઓ જોડાશે તેમજ 11 જિલ્લામાં સિંહ ગણતરી થશે.
બે તબક્કામાં યોજાશે ગણતરી
દરેક પાંચ વર્ષે થતી આ ગણતરી હવે લગભગ દસ વર્ષે કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને કારણે 2020માં પૂરતી તૈયારી સાથે વિધિવત ગણતરી કરી શકાઈ નહોતી, જેના કારણે આ વખતે તે વધુ મહત્વની બની છે. વન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે, આ ગણતરી બે તબક્કામાં 24-24 કલાક ચાલશે.
વન વિભાગ સિંહ માટે તત્પર છે
જંગલમાં સુરક્ષા માટે વન વિભાગના ટ્રેકર્સ બીટગાર્ડ પણ એક સિંહને બચાવવાનો ભાગ છે.સિંહોને લઈને લોકોમાં જાગૃતતા આવે જેને લઇ અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે લોકોને સિંહો માટેની સમજણ આવે તે માટે વિવિધ કાર્યક્રમો પણ યોજાયા છે તેમજ જંગલ અને પ્રકૃતિ વિશે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને કેમ્પ યોજવામાં આવતા હોય છે.લોકો સાથેના સંવાદ કાર્યક્રમ બાદ લોકોનો પણ સારો એવો ફાળો સિહોને બચાવવા અને સિંહની સુરક્ષા માટે વન વિભાગને મળી રહ્યો છે.
સિંહની ગણતરી આ મહિનામાં થશે
જ્યારે એશિયાઈ સિંહનું નામ પડે એટલે લોકોને ગીર યાદ આવતું હોય છે ગુજરાતની સાન સમા એશિયાઈ સિંહોને જોવા દેશ-વિદેશથી લાખો પર્યટકો ગીર ખાતે ઉમટી પડતા હોય છે ત્યારે સિંહોને બચાવવા પણ જરૂરી છે જેને લઇ વન વિભાગ પણ કટિબદ્ધ બન્યું છે.ગીરના જંગલમાં ગત 2020 ની ગણતરી મુજબ 674 સિંહનો વસવાટ હતો.ગત ચાર વર્ષમાં પણ સિંહોની સંખ્યામાં વધારો થયો છે અને તેની ગણતરી આ મહિનામાં થશે.









