- 'લોકો મને આવીને કહે છે કે શંકરભાઈ શું આ ડેરીની ચૂંટણી છે?'
- 'એજન્ડા જ ખબર નથી કે આ ડેરીની ચૂંટણી છે કે લોકસભાની'
- 'એના કારણે ડેરીમાં એકપણ ડિરેક્ટરનો ફેરફાર ના થઈ શકે'
બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે. જેમાં ગેનીબેન ઠાકોર દ્વારા વારંવાર શંકર ચૌધરીના નામને લઈ ટિપ્પણી કરવામાં આવે છે. જ્યાં આ વચ્ચે લોકસભા ચૂંટણીમાં શંકર ચૌધરીનો ગેનીબેનને જવાબ આપવામાં આવ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, એજન્ડા જ ખબર નથી કે આ ડેરીની ચૂંટણી છે કે લોકસભાની ?
જ્યારથી કોંગ્રેસ દ્વારા ગેનીબેનને બનાસકાંઠા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે ત્યારથી જ તેમના દ્વારા નામ લીધા વગર શંકર ચૌધરી પર અને બનાસ ડેરી પર ટિપ્પણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે હવે શંકર ચૌધરીએ ગેનીબેનનું નામ લીધા વગર આડેહાથ લેતાં કહ્યું કે, લોકો મને આવીને કહે છે કે શંકરભાઈ શું આ ડેરીની ચૂંટણી છે?
આ સાથે જ તેમણે કહ્યું કે, એજન્ડા જ ખબર નથી કે આ ડેરીની ચૂંટણી છે કે લોકસભાની. તેમજ એના કારણે ડેરીમાં એકપણ ડિરેક્ટરનો ફેરફાર ના થઈ શકે. એમની પાસે બીજો કોઈ એજન્ડા જ નથી આથી ડેરી - ડેરી કરી રહ્યા છે. હવે એમને બિચારાને કહેવું શું એટલે ડેરીને વચ્ચે લાવે છે? શું એ કહી શકે છે કે નરેન્દ્ર મોદી માટે?
રેખાબેન સામે વિવાદ
ભાજપ દ્વારા બનાસકાંઠા બેઠક પરથી રેખાબેન ચૌધરીને ઉતારવામાં આવ્યા છે. તેમના નામની જાહેરાત બાદથી ગેનીબેન દ્વારા બનાસડેરીના નામે રેખાબેન પર પ્રહારો કરવામાં આવે છે. આ પછી પહેલી વખત શંકર ચૌધરીએ ગેનીબેનનું નામ લીધા વગર કહ્યું કે, ગરીબોને અનાજ આપ્યું એના પર કંઈ બોલી શકે છે?. ઉમેદવારની બાબતમાં પણ કંઈ બોલી શકે તેમ નથી. ભણેલા - ગણેલા ને હોંશિયાર છે, ગલબાભાઈના પૌત્રી છે. આ આપણે શાંતિથી સાંભળવાનું, જિલ્લો જવાબ આપી દેશે.









