વલસાડના પારડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે, GST વિભાગે 1.16 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો છે, તો GST વિભાગની તપાસ દરમિયાન દારુ મળી આવ્યો છે અને નેશનલ હાઇવે 48 પર ચેકિંગ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ હાઇવે 48 પર GST વિભાગની ટિમ ચેકીંગમાં હતી તે દરમિયાન 1188 પેટી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે.


[[$googlead]]

જીએસટી વિભાગની ટીમે ઝડપ્યો દારૂ

જીએસટી વિભાગે પારડી હાઈવે પર મોટી કામગીરી કરી છે, જેમાં જીએસટી વિભાગની ટીમ રાત્રિ દરમિયાન હાઈવે પર ચેકિંગ કરી હતી તે દરમિયાન એક મોટુ કન્ટેનર નીકળે છે અને તેને ઉભુ રાખીને ડ્રાઈવરની પૂછપરછ કરાય છે તો ડ્રાઈવરે કહ્યું કે આમાં વિદેશી દારૂ છે, તો જીએસટી વિભાગે ચેક કરતા તેમાંથી કન્ટેનર ભરીને દારૂનો જથ્થો મળી આવ્યો હતો, ડ્રાઈવર હરિયાણાનો રહેવાસી છે અને જીએસટી વિભાગે બીલ ચેક કર્યા તો તે બીલ ખોટા હોવાની વાત સામે આવી છે.

[[$alsoread]]

ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો

સમગ્ર ઘટનાની જાણ જીએસટી વિભાગે પારડી પોલીસને કરી છે પારડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ કરી છે, ડ્રાઈવર જીએસટીના ઓફિસરોની નજરની સામે ભાગી ગયો હતો, તો ટ્રકની કિંમત 10 લાખ રૂપિયા છે, 6 જૂનના રોજ પારડી પોલીસે ગુનો નોંધ્યો હતો, તો આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો છે અને કયાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ ચાલુ છે, ડ્રાઈવર ઝડપાય પછી અનેક ખુલાસાઓ થઈ શકે છે, હાલમાં તો પારડી પોલીસ ડ્રાઈવરને શોધી રહી છે.

 

  • Follow us on: