- CMએ કહ્યું, આ વર્ષે 10.40 કરોડ રોપાનો ઉછેર થશે
- તળેટીમાં જેપુરા ખાતે 1.1 હેક્ટરમાં વનકવચનું સર્જન
- વિવિધ પ્રોજેક્ટના વર્ચ્યુઅલ લોકાર્પણ ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે રાજ્યમાં 74મા વનમહોત્સવનો આરંભ કરાવતા પાવાગઢથી 6 કિલોમીટર દૂર તળેટીમાં જેપુરા ખાતે જાપાની મિયાવાકી પદ્ધતિમાં થોડો બદલાવ કરી સર્જાયેલા નાનકડા ટૂરિસ્ટ વનનું ઉદ્ઘાટન કર્યું હતું. 'વનકવચ' તરીકે ઓળખાવાતું આ મિની ફોરેસ્ટ 40 લાખના ખર્ચે આશરે 1.1 હેક્ટરમાં 101 જાતના વિવિધ 11 હજાર રોપા વાવીને આકાર પામ્યું છે, જેની ફરતે ફેન્સિંગ કરી પ્રવેશદ્વારે ચાંપાનેર સ્થાપત્યની શૈલીમાં પથ્થરનો ગેટ લગાવાયો છે, વિશિષ્ટ પ્રકારે પથ્થરમાં કોતરણી કરી 8 પિલરોની મદદથી ગઝેબો ઊભા કરાયા છે તથા સહેલાણીઓને ચાલવા માટે કેનોપી વોકવે તૈયાર કરાયા છે. ઔષધીઓ તરીકે ઉપયોગી અર્જુન સાદડ, મીંઢળ, સમિધ કણજો, કુસુમ, ચારોળી, ટીમરૂ, અરડુસી, વાયવર્ણો, પારિજાતક, અશ્વગંધા તેમજ અતિ દુર્લભ એવા પાટલા, કીલાઈ, પત્રાળી, ભિલામો, ટેટુ, ભૂત આલનના રોપા લગાવાયા છે.
વિવિધ પ્રોજેક્ટના વર્ચ્યુઅલ લોકાર્પણ ખાતમુહૂર્ત










