• ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે મહત્વના સમાચાર
  • જિલ્લા વાર કેટેગરી પ્રમાણે 31 જૂલાઈ સુધી યાદી થશે તૈયાર
  • મહિલાઓ માટેની નિયત જગ્યાઓની યાદી થશે તૈયાર

ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈ મોટા સમાચાર આવ્યા છે. જિલ્લા પ્રમાણે કેટેગરી તથા મહિલા ઉમેદવારોની નિયત જગ્યાઓની યાદી હવે ટૂંક સમચમાં તૈયાર થઈ જશે. મળતી માહિતી મુજબ, જગ્યા પ્રમાણે 8 ગણા ઉમેદવારોની યાદી 31 જૂલાઈ સુધી તૈયાર થઈ જશે. તૈયાર થયેલી આ યાદી સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. માહિતી મુજબ, ઓક્ટોબર-નવેમ્બરમાં ફોરેસ્ટ ગાર્ડની શારીરિક કસોટી યોજાશે. આ મામલે જલદી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત થઈ શકે છે.

ઓક્ટોબર-નવેમ્બરમાં ફોરેસ્ટ ગાર્ડની શારિરીક કસોટી યોજાશે

ફોરેસ્ટ ગાર્ડની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મોટા અને મહત્ત્વના સમાચાર આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, હવે ટૂંક સમયમાં જિલ્લા પ્રમાણે કેટેગરી અને મહિલા ઉમેદવારોની નિયત જગ્યાને લઈ યાદી તૈયાર કરવામાં આવશે. જગ્યા પ્રમાણે 8 ગણા ઉમેદવારોની યાદી 31 જુલાઈ સુધીમાં તૈયારી કરવામાં આવી શકે છે.

  • ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે મહત્વના સમાચાર
  • જિલ્લા વાર કેટેગરી પ્રમાણે 31 જૂલાઈ સુધી યાદી થશે તૈયાર
  • મહિલાઓ માટેની નિયત જગ્યાઓની યાદી થશે તૈયાર
  • જગ્યા પ્રમાણે 8 ગણા ઉમેદવારોની યાદી થશે તૈયાર
  • તૈયાર થયેલી યાદી વેબસાઈટ પર કરવામાં આવશે જાહેર
  • ઓક્ટોબર-નવેમ્બરમાં ફોરેસ્ટ ગાર્ડની શારીરિક કસોટી યોજાશે
  • ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થશે જાહેરાત

આ યાદી તૈયાર થયા બાદ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. માહિતી મુજબ, ઓક્ટોબર- નવેમ્બર સુધીમાં ફોરેસ્ટ ગાર્ડની શારીરિક કસોટીનું આયોજન પણ કરવામાં આવી શકે છે. આ અંગે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જલદી જાહેરાત કરવામાં આવશે.


  • Follow us on: