ભુજમાં જીંદાલ કંપનીને જમીન ફાળવવાના કેસમાં પૂર્વ IAS પ્રદીપ શર્મા દોષિત જાહેર થયા છે,જીંદાલ કંપનીને જમીન ફાળવી હતી તે કેસમાં હિસાબમાં અને જમીનમાં ગોટાળા હોવાના કારણે તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તે ગુનામાં કોર્ટે આજે તેમને દોષિત જાહેર કર્યા છે,ભૂજ કોર્ટે જમીન કેસમાં આજે ચુકાદો આપ્યો છે.
વેલસ્પન કંપનીની વેલ્યૂ પેકેજિંગ નામની પેટા કંપનીને ખોટી રીતે જમીન ફાળવી હતી પ્રદિપ શર્માએ
પ્રદીપ શર્માને ભુજમાં સરકારી જમીન ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમના પર સત્તાના દુરૂપયોગ કરવાનો પણ આરોપ લાગ્યો હતો. પ્રદીપ શર્મા સામે ત્રણ કેસ હતા જેમાં બે કેસમાં તેમને નિર્દોષ અને એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાયેલા કેસમાં દોષિત ઠેરવ્યા હતા. પૂર્વ IAS પ્રદીપ શર્માને ACBની કલમ 13(2) મુજબ થઇ 5 વર્ષની સજા અને જો દંડ ના ભરે તો 3 માસની સાદી કેદ, 50 હજારનો દંડ ફટકાર્યો હતો.
જાણો કોણ છે પ્રદીપ શર્મા
રસાયણ શાસ્ત્રમાં સ્નાતક કરનારા પ્રદીપ શર્માએ ગુજરાત વહીવટી સેવાની પરીક્ષા પાસ કરી હતી અને વર્ષ 1981માં તેઓ ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા. ત્યાર બાદ વર્ષ 1999 માં આઈએએસ અધિકારી તરીકે બઢતી મળ્યા બાદ જામનગર, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર રહ્યા હતા. ત્યારબાદ રાજકોટ અને કચ્છ જિલ્લાના કલેક્ટર બન્યા હતા.









