- મુખ્યમંત્રી સાથેની બેઠકમાં જવાહર ચાવડા રહ્યા ગેરહાજર
- જિલ્લા ભાજપના કાર્યકરો સાથે હતી સીએમની બેઠક
- અરવિંદ લાડાણીના ભાજપ પ્રવેશથી જવાહર ચાવડા નારાજ
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ બેઠકોનો દોર શરૂ થઈ રહ્યો છે. આ વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢમાં છે. જૂનાગઢ મહાનગર કાર્યાલય ખાતે મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું છે. આ દરમિયાન જૂનાગઢમાં પૂર્વમંત્રી જવાહર ચાવડાની નારાજગી સામે આવી છે. આ દરમિયાન મુખ્યમંત્રી સાથેની બેઠકમાં જવાહર ચાવડા ગેરહાજર રહ્યા છે.
એક તરફ ભાજપમાં રાજકોટમાં વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે આજે મુખ્યમંત્રી જૂનાગઢ પહોંચ્યા હતા. જેમાં જિલ્લા ભાજપના કાર્યકરો સાથે સીએમની મહત્વની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન જવાહર ચાવડા ગેરહાજર રહ્યા હતા. જેના કારણે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.
આ તરફ એવી પણ વાતો સામે આવી રહી છેકે, અરવિંદ લાડાણીના ભાજપ પ્રવેશથી જવાહર ચાવડા નારાજ હોવાની વાતો ચાલી રહી છે. એટલું જ નહીં પૂર્વ MLA મહેન્દ્ર મશરુ પણ બેઠકમાં ગેરહાજર હોવાની વિગતો સામે આવી છે. જ્યારે પૂર્વ જિલ્લા પ્રમુખ કનુ ભાલાલા પણ ગેરહાજર હતા.
જૂનાગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવા મૂડમાં વાતો કરી હતી. જેમાં CMએ આગવા અંદાજમાં કટાક્ષ કર્યો અને કહ્યું કે, જૂદું-જૂદું શું આવે બધાને ઉમેદવાર તો એક જ હોય. સામે બેઠેલામાંથી ગમે તે ઉમેદવાર જાહેર કરે. એ કાંઈ પાછો થોડો પડે એવો થોડો છે.









