• 15 અને 16 એપ્રિલના રોજ આઇપીએલની ચાર છે.
  • ચાર મેચનું ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લાઈવ પ્રસારણ કરાશે
  • માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન ખાતે મોટી સ્ક્રીન લગાવાશે

રાજકોટમાં આગામી તારીખ 15 અને 16 એપ્રિલના રોજ આઇપીએલની ચાર મેચનું ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવશે. માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન ખાતે મોટી સ્ક્રીન સાથે આ બંને દિવસ સતત ચાર મેચનું ટેલિકાસ્ટ થશે.

જાહેર જનતાને પ્રવેશ મફત આપવામાં આવશે

[[$googlead]]

ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લાઈવ પ્રસારણમાં જાહેર જનતાને પ્રવેશ મફત આપવામાં આવશે. તથા રાજકોટ ખાતે આઇપીએલ ફન પાર્ક અંગેની પત્રકાર પરિષદમાં એસ.સી.એનાં અધ્યક્ષ જયદેવ શાહે જણાવ્યું કે આઇપીએલની એક પણ મેચ રાજકોટ શહેરને મળી નથી. જેથી ક્રિકેટ પ્રેમીઓને ઘર આંગણે જ ક્રિકેટ મેચનો આનંદ લેવા મળે એ માટે મોટી સ્ક્રીન ઉપર મેચનું પ્રસારણ કરવામાં આવનાર છે. તો આગામી સીઝન એટલે 2024નાં આઇપીએલ માટે રાજકોટને આઇપીએલની મેચ મળે તે માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન પ્રયત્નશીલ હોવાનુ પણ અધ્યક્ષ જયદેવ શાહે જણાવ્યું છે.

[[$alsoread]]

  • Follow us on: