• મણિનગર ફાયર સ્ટેશન પાસે બન્યો બનાવ
  • ભોયરાની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હતી
  • શ્રીજી ઇન્ફ્રા દ્વારા સ્કીમનું બાંધકામ ચાલતું હતું
અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના બની છે. જેમાં મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોનીમાં નવી કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી જવાના કારણે ચાર લોકો દટ્યા હતા. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે. ફાયર બ્રિગેડની ટીમે ત્રણ લોકોને બહાર કાઢી એલજી હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યા હતા.

આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ કોલોનીમાં શ્રીજી એલિગન્સ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રીજી ઇન્ફ્રા દ્વારા સ્કીમનું બાંધકામ ચાલતું હતું. બપોરની આસપાસ મજૂરો કામ કરતા હતા ત્યારે ભેખડ ધસી પડી હતી. જેમાં કુલ ચાર લોકો હતા. આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

જ્યારે ફાયરની ટીમે જ્યારે શાંતિબેન પાયલબેન અને ચિરાગ નામના ત્રણ મજૂરોને બહાર કાઢી સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક વ્યક્તિને સ્થાનિક લોકોએ તાત્કાલિક બહાર કાઢ્યો હતો. હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે ફાયરની ટીમે જણાવ્યું કે, ફાયર બ્રિગેડની ટીમે ત્રણ લોકોને બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્યા હતા. ત્રણેય મજૂરોને બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શ્રીજી ઇન્ફ્રા નામની બાંધકામ સાઈટ હતી અને જ્યારે અહીંયાં પહોંચ્યા ત્યારે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર જોવા મળ્યો નહોતો. 
  • Follow us on:

[[$googlead]]