વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હડતાળ કરવામાં આવી છે. અહીં વર્ગ-4ના હંગામી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હોવાથી વિરોધ પ્રદર્શનો તેજ બન્યા છે. હંગામી કર્મચારીઓની માગ છે કે, તેઓને કાયમી કરવામાં આવે. અને મળતી તમામ સુવિધાઓ તેમને આપવામાં આવે. હજતાળ દરમિયાન કર્મચારીઓએ આરોપ પણ કર્યા છે. તેઓએ જણાવ્યુ છે કે, સમિતિના માનીતા માત્ર 4 કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા છે. વ્હાલા-દવલાની નીતિ હોવાથી અન્ય કર્મચારીઓ સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ પણ લગાડવામાં આવ્યા છે.
માંગો પૂર્ણ કરવા માટે હડતાળ
વર્ગ-4ના હંગામી કર્મચારીઓ હડતાળ પર ઉતરતા છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. અને પડતર માગણીઓને પૂર્ણ કરવા માટે માગ કરાઇ રહી છે. કાયમી કરવાની માગ સાથે 150થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળની સાથે આક્ષેપબાજી પણ સામે આવી છે. હડતાળ પર ઉતરનાર હંગામી કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે, અહીં કામ અને કર્મચારીઓમાં ભેદભાવ કરવામાં આવે છે. તેમના ઓળખીતા અને માનીતા કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા છે. તો આ તરફ, શાસનાધિકારી ડો.વિપુલ ભરતિયાનું નિવેદન સામે આવ્યુ છે. તેઓએ જણાવ્યુ છે કે, હાલ મેટર સબ જ્યુડિશિયલ પાસે છે અને સુનાવણી દરમિયાન નિરાકરણ આવી શકે છે.
માત્ર 4 કર્મચારીઓ કરાયા કાયમી !
પોતાની પડતર માગણીઓ પૂર્ણ કરવા માટે આંદોલન અને હડતાળ સૌથી સારા માર્ગો છે. આંદોલન અને હડતાળમાં કોઇ હિંસા કરાતી નથી. કે નથી કોઇ હથિયારનો ઉપયોગ કરવામાં આવતો. હડતાળ અને આંદોલનમાં મુખ્ય અને મજબૂત હથિયાર જો કોઇ હોય તો તે છે લોકો વચ્ચેની એકતા. આ એક્તાના કારણે મુશ્કેલમાં મુશ્કેલ સમસ્યા હલ કરી શકાય છે. ત્યારે વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વર્ગ-4ના હંગામી કર્મચારીઓએ કરેલી હડતાળ બાદ જલદી નિર્ણય લેવામાં આવે તે યોગ્ય છે.









