- સુરત જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખની ઓળખ પણ આપી
- એમ.ડી.એન્ટરપ્રાઇઝમાં રોકાણ કરાવી છેતરપિંડી આચરી
- જુલાઈ 2023થી ટુકડે ટુકડે કરોડો રૂપિયા લઇને છેતરપિંડી કરી
અમદાવાદમાં રૂપિયા 1.75 કરોડની છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે. જેમાં BAPS સંપ્રદાયની ઓળખ આપી છેતરપિંડી આચરી છે. ત્યારે સુરત જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખની ઓળખ આપી એમ.ડી.એન્ટરપ્રાઇઝમાં રોકાણ કરાવી છેતરપિંડી આચરી છે. તેમાં જુલાઈ 2023થી ટુકડે ટુકડે કરોડો રૂપિયા લઇને છેતરપિંડી કરી છે.
દીપેશ મકવાણા, નિકિતા મકવાણા, ધવલ મકવાણા સામે ફરિયાદ કરવામાં આવી
દીપેશ મકવાણા, નિકિતા મકવાણા, ધવલ મકવાણા સામે ફરિયાદ કરવામાં આવી છે. તેમજ હંસા મિસ્ત્રી, પાર્થ મિસ્ત્રી અને ધ્રુવિલ દેસાઈ સામે ફરિયાદ થઇ છે. ક્રાઈમ બ્રાન્ચે 6 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. BAPS સંપ્રદાય અને સુરત જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખની ઓળખ આપી છેતરપિંડી કરાઇ છે. જેમાં રૂપિયા 1 કરોડ 75 લાખ 84 હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ડ્રાયફ્રૂટના ધંધાની પ્રોપરાઈટર ફર્મ તરીકે કઠવાડા ખાતે ગોડાઉન બતાવી રોકાણ કરી છેતરપીંડી કરવામાં આવી છે.
જુલાઈ 2023થી ટુકડે ટુકડે કરોડો રૂપિયા લીધા હતા
જુલાઈ 2023થી ટુકડે ટુકડે કરોડો રૂપિયા લીધા હતા. જેમાં પર્સનલ લોન, બેન્ક એકાઉન્ટ તથા સગા સંબંધીઓ પાસેથી રૂપિયા લઇને રોકાણ કર્યું હતું. તેમાં EOW ક્રાઈમ બ્રાન્ચે 6 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તાજેતરમાં આણંદ પાસેના મોગરી ગામે રહેતો વિશાલ મહીજીભાઈ અને હર્ષિત અશોકભાઈ સોલંકી પોતાના ફેસબુક એકાઉન્ટમાં લોન અપાવવાની લોભામણી જાહેરાત ખોટા નામથી પોસ્ટ કરી છેતરપિંડી આચરી રહ્યાં હોવા અંગે વિદ્યાનગર પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે આ અંગે તપાસ કરી બંને શખ્સોને રાઉન્ડઅપ કરી તપાસ હાથ ધરતા મસમોટું રેકેટ ઉજાગર થયું છે.
રૂપિયા 2250 ભરી લોગઈન કરવું પડશે તેમ કહી તેમના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવતા
આવી જાહેરાત જોઈ કોઈ ગ્રાહક લોન મેળવવા માટે સંપર્ક કરે ત્યારે વિરલ વિનોદભાઈ ખ્રિસ્તી (રહે.બોરીયાવી), દિપક ફતેસિંહ ગોહેલ (રહે.આણંદ), પાર્થ મનોજભાઈ ગોહેલ (રહે.આંકલાવડી) અને રોકન મુકેશભાઈ પારેખ (રહે.અડાસ) જે-તે ગ્રાહક સાથે વાતચીત કરી લોન મેળવવા માટે રૂપિયા 2250 ભરી લોગઈન કરવું પડશે તેમ કહી તેમના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવતા હતા.