- UHC CHCમાં નિઃશુલ્ક બ્લડટેસ્ટ, ડેન્ગ્યુ ચીકન ગુનિયાના ટેસ્ટ કરાવી શકાશે
- ડાયાબીટીસના ટેસ્ટ અને સોનોગ્રાફી મશીનો પણ મૂકવામાં આવ્યા
- 10 ઓગસ્ટ પછી જુદા જુદા વિસ્તારોમાં 20 નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાશે
AMC હેલ્થ વિભાગ દ્વારા તા.10 ઓગસ્ટ પછી શહેરના જુદા જુદા વિસ્તારોમાં 20 જેટલા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ કરવામાં આવશે. દર વર્ષની જેમ કેમ્પ દીઠ કુલ રૂ.5 લાખનો ખર્ચ કરવામાં આવશે. મેડિકલ કેમ્પમાં આવનાર દર્દીઓને મફતમાં દવા અને સારવાર કરવામાં આવશે. દર વર્ષની જેમ કેમ્પ દીઠ કુલ રૂ.5 લાખનો ખર્ચ કરવામાં આવશે.
ચોમાસામાં વધતા રોગચાળાને ધ્યાને રાખી મ્યુનિ. મેડિકલ કેમ્પ યોજશે
ચોમાસા દરમિયાન સામાન્ય રીતે રોગચાળો વધતો હોય છે. ખાસ કરીને વિસ્તાર અને ઝૂંપડપટ્ટીઓમાં બીમારીનું પ્રમાણ વધતું હોવાથી મ્યુનિ. દ્વારા નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. મ્યુનિ. સંચાલિત 90 અર્બન હેલ્થ સેન્ટરો, 11 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરીમાં દર્દીના બ્લડ ટેસ્ટ, ડેન્ગ્યુ, ચિકન ગુનિયા, ઇલેઇડ અને પેરીયા સહિતના ટેસ્ટ મહ્તમાં કરાવી શકાશે. રૂ.2 કરોડથી વધુના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર મશીનો કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો ઉપર સોનોગાફી મશીન પણ મુકી દેવામાં આવ્યા છે જેથી હવે દર્દીઓને ક્યાંય બહાર સોનોગ્રાફી કરાવવાની જરૂર પડશે નહીં.
તમામ અર્બન હેલ્થ સેન્ટરો, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર ટેસ્ટ માટેના મશીનો કાર્યરત કરાયા
હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં વિવિધ ટેસ્ટ માટેના માનકો મુકવા જોઈએ જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ને રજૂઆત કરતા દરેક ટેસ્ટ માટેના મશીનો મંગાવવામાં આવ્યા હતા. જેના માટે હવે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને તમામ અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર તાવ, ડેન્ગ્યુ, ટાઈલ્લેઈડ, ચિકનગુનિયા સહિતના ટેસ્ટ માટેના મશીનો કાર્યરત થઈ ગયા છે અને દર્દીઓને હવે પ્રાથમિક જે પણ ટેસ્ટ કરાવવાની જરૂર પડે છે કે હવે મક્કમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર કરી આપવામાં આવશે.
સોનોગ્રાફી અને ડાયાબીટીસ માટેના મશીન પણ મુકાયા
મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના વડા ડો ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે તમામ 90 અર્બન હેલ્થ સેન્ટરો ઉપર રેડ બ્લડ સેલ માપવા માટેના CBC મશીન રૂપિયા 1.5 કરોડના ખર્ચે મુકવામાં આવ્યા છે. તાવ આવે ત્યારે રેડ બ્લડ સેલ માપવા માટે ઉપયોગમાં લેવાય છે. તમામ 11 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો ઉપર ડેન્ગ્યુ અને ચીકનગુનિયા માટે પણ રૂપિયા 30 લાખના ખર્ચે મશીન મુકવામાં આવ્યા છે. પ્રથરીયા અને ટાઈફોઇડના ટેસ્ટ માટે ઇલેક્ટ્રોલ મશીન ની જરૂર પડે છે. જે રૂપિયા 30 લાખના ખર્ચે તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર મુકવામાં આવ્યા છે આ ઉપરાંત સોનોગ્રાફી મશીન અને ડાયાબીટીસ માટેના પણ મશીન ને ખરીદી કુલ 10 પ્રકારના રૂ. 2.5 કરોડના ખર્ચે આ મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે.