- લુપ્ત થઈ ગયેલી કેરીઓની બેકસ્ટોરી
- એક જ આંબા પર 14 પ્રકારની કેરીઓ
- ખુટા કલમથી વિકસાવી કેરીઓ
કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. તેમજ કેરીને આ ઉપનામ એમ જ નથી મળ્યું. કેરી બાળકોથી લઈને વૃદ્ધ દરેકને પ્રિય છે. કેરી એકમાત્ર એવુ ફળ છે કે જેના એક નહી પરંતુ અઢળક પ્રકાર છે. જેમ કે તોતાપુરી, રત્નાગીરી હાફૂસ, અલ્ફાન્ઝો, બદામ, બારમાસી, લંગડો, પાયરી, દશહેરી તેમજ સૌ કોઈની પ્રિય એવી કેસર કેરી વગેરે વિવિધ કેરીઓ જોવા મળે છે. દરેક પ્રકારની કેરીઓ અગલ અગલ આંબા પર જોવા મળે છે. પરંતુ શું તમે 14 જાતની કેરીઓ એક જ આંબા પર ઉગતા જોઈ છે? જો કે આ વાત આપણે સાંભળી પણ નહીં હોય. પરંતુ આ વાત સાચી છે અને તેને સાર્થક કરી છે અમરેલીના ધારી તાલુકામાં આવેલ દિતલ ગામના કેસર કેરીના ઉત્પાદક ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ.
લુપ્ત થઈ ગયેલી કેરીઓની બેકસ્ટોરી
અમરેલીમાં આવેલ આ 'ઇન્ડિકા ફેમિલી ટ્રી' કે જે લુપ્ત થઈ ગયેલી કેરીઓની બેકસ્ટોરીને જીવંત બનાવે છે. ધારી તાલુકાના દિતલા ગામના કેસર કેરીના ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ તેમના સિત્તેરના દાયકામાં કેરીના ઝાડનું 'જીવંત આલ્બમ' બનાવ્યું છે. જેમાં તેની અલગ-અલગ ડાળીઓ પર 14 જાતની કેરીઓ ઉગે છે. ઉકાભાઈ ભાટ્ટીના આ જાદુઈ વૃક્ષને ફળોની ઉજવણી કહી શકાય કારણ કે તેના પર હોળીથી દિવાળી સુધી કેરીઓ આવે છે અને ઉકાભાઈ ભટ્ટીએ તેના જાદુઈ વૃક્ષમાં વધુ વિવિધતા ઉમેરવાનું યથાવત રાખ્યું છે.
200થી વધુ કેરીની જાતો
ભટ્ટીએ જૂનાગઢના નવાબ કાળમાં ઉગાડવામાં આવતી જાતો સાથે વૃક્ષની ખેતી કરી હતી. જેમ કે નાળિયેરો, ગુલાબીયો, સિંદોરીયો, દાડમો, કાળો જમાદાર, કેપ્ટન, પાઈલોટ, વરીયાળીયો, બદામ, સરદાર, શ્રાવણિયો, અષાઢીયો જેવી વિવિઘ જાતો આ ઝાડ પર જોવા મળે છે."નવાબના રાજમાં કેરીની 200 થી વધુ જાતો ઉગાડવામાં આવતી હતી. તેમાંથી અત્યાર સુધીમાં માત્ર કેસર કેરી જ બચી છે અને તે એટલી જ લોકપ્રિય છે," તેમજ ઉકાભાઈ ભટ્ટીએ જણાવ્યું હતું આ ફળોની લાક્ષણિકતાઓના આધારે કેરીઓના નામ રાખવામાં આવ્યા છે. ઉકાભાઈએ આગળ જણાવ્યું કે "હું આ આગામી પેઢી માટે કરી રહ્યો છું, જેઓ આપણા પ્રદેશમાં કેરીની સમૃદ્ધ જાતોથી અજાણ ન હોવી જોઈએ. મેં ઘરે જ તેની ખેતી કરી છે અને આ ફળો વેચાણ માટે નથી, કારણ કે દરેક જાતની ઉપજ માત્ર થોડા કિલો છે. તે ફક્ત મારા પરિવારના માટે છે," તેમજ વધુમાં કહ્યું કે ચાર દાયકા પહેલા 44 જાતો ધરાવતો આંબો હતો, પરંતુ તેનો કુદરતી રીતે નાશ પામ્યો હતો.

ઉકાભાઈ ભટ્ટીએ બાગાયતી કલમ પદ્ધતિનો ઉપયોગ કરીને આ અનેક જાતોની ખેતી કરી છે. આ પ્રક્રિયામાં એક રુટ સિસ્ટમનો ઉપયોગ કરીને એક વૃક્ષ પર ઘણા બધા છોડ ઉગાડી શકાય છે. ઉલ્લેખનીય છે કે ઉકાભાઈ છેલ્લા 6 વર્ષથી આ વૃક્ષોનો ઉછેર કરે છે. તેમજ તેઓ આ આંબામાં વધુ પ્રકાર ઉમેરવા ઇચ્છે છે. તેમજ નવી પ્રજાતિઓ શોધવા માટે તેઓ દેશના કોઈપણ ભાગમાં જવા માટે હંમેશા તૈયાર છે.
લુપ્ત જાતોની શોધ હજુ પણ ચાલુ છે
ઉકાભાઈ ભટ્ટીએ જણાવ્યું કે, મેં એક પુસ્તક વાંચ્યું જેમાં મને કેરીની કેટલીક દેશી જાતોના નામ મળ્યા જે હવે લુપ્ત થઈ ગઈ છે. મેં આ જાતો માટે દેશના વિવિધ ભાગોમાં શોધ કરી હતી. જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાનની કૃષિ વિદ્યાપીઠ અને ડાંગના જંગલ વિસ્તારો પણ સામેલ છે. મને કેટલાક જાતો મળી હતી, પરંતુ અમુકના કોઈ જાણીતા નામ નહોતા," તેથી ખેડૂતોએ આ જંગલની જાતોને તેમની શૈલી અનુસાર નામ આપ્યા છે - જો તે 'મક્કમ' ઉભુ છે તો તેનું નામ કપ્તાન રાખ્યું, અથવા જો તેની છાલ કાળી હતી, તો તેને કાલો જમાદાર તરીકે નામ આપવામાં આવ્યું. ઉકાભાઈ ભટ્ટીના જણાવ્યા પ્રમાણે, સુંદરતા એ છે કે દરેક જાત અલગ-અલગ સમયે ફળ આપે છે. જેમ કે, કેટલીક જાતોના ફળ સિઝનમાં વહેલા આવવાનું શરૂ થાય છે, જ્યારે અન્ય મોડા આવે છે. તેથી આ આંબો હોળીથી દિવાળી સુધી ફળ આપે છે.
ગુજરાતમાં, ગીર પ્રદેશ કેસર કેરીનું હબ છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ફેલાયેલા કેસર ફાર્મ, જેને જીઆઈ ટેગ પણ મળ્યો છે અને કેરીના મીઠા સ્વાદે વિશ્વભરમાં પ્રખ્યાત છે.