• 8 વર્ષમાં 90 લોકોનો ભોગ લીધા બાદ મનપા જાગી
  • 1 માર્ચથી સ્પીડ લિમિટ 40ની કરશે
  • ડેશ કેમેરાથી ડ્રાઈવરની ગતિવિધિ રેકોર્ડ થશે

સુરત મહાનગરપાલિકા દ્વારા અકસ્માતોને રોકવા માટે કેટલાક નિયમો ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ખાસ કરીને BRTS અને સીટી ડ્રાઇવર બેફામ રીતે હંકારવાની ફરિયાદ મળી રહી હતી. આ માટે BRTS અને સીટી બસ વિભાગના ડેપ્યુટી કમિશનર તેમજ અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી સૌથી પહેલો નિર્ણય તમામ બસોની સ્પીડને ઘટાડવાનો કરવામાં આવ્યો છે

આ માટે 1 માર્ચથી સુરત મહાનગરપાલિકા દ્વારા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. શહેરમાં બીઆરટીએસ અને સીટી બસના કારણે થતા અકસ્માતર ને રોકવા માટે હવે અલગ અલગ પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સૌથી પહેલો નિર્ણય સ્પીડને ઘટાડવાનો કરવામાં આવ્યો છે સ્પીડ ઘટાડવાથી અકસ્માતો ઉપર બ્રેક લાગી શકે તેવી ધારણા છે.

[[$googlead]]

આ હેઠળ જો 1 માર્ચથી ડ્રાઇવર ઇચ્છે તો પણ 40 કરતા વધુની સ્પીડે વાહન દોડાવી શકશે નહીં. બસોમાં સ્પીડ લીમીટ મર્યાદા બાંધી દેવામાં આવી છે. જેથી હવે 40 ની ઉપર બસ રસ્તાઓ પર દોડતી દેખાશે નહીં અને જે અકસ્માત સમયે વાતો સામે આવી રહી હતી કે બસ ખૂબ જ પુરપાટ ઝડપે દોડી રહી હતી એ વાત ઉપર પૂર્ણવિરામ મૂકી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

[[$alsoread]]

બસ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા પછી મિરરમાં ઘણી વખત એવા બ્લેક સ્પોટ હોય છે કે બસની આસપાસના વાહનો ખાસ કરીને મોટરસાયકલ જેવા વાહનો દેખાતા નથી. આવા બ્લેન્ક સ્પોટ ને દૂર કરવા માટે ORVM મિરર લગાડવામાં આવશે. અકસ્માત થવા પાછળ આ બ્લેન્ક સ્પોટ પણ ખૂબ જ મહત્વના હતા. બસ ચાલું હોય અને કેટલાક વાહનો નજીક આવી ગયા પછી અમુક એન્ગલથી દેખાતા નથી. જે મિરર ફીટ કરવામાં આવ્યા હોય છે તેને કારણે મિરર બ્લેન્ક સ્પોટ ની સ્થિતિ ઊભી થાય છે.

છેલ્લા 8 વર્ષમાં 90 લોકોના મોત

છેલ્લા ચાર વર્ષમાં ઓવરસ્પીડની 45થી વધુ ફરિયાદ પાલિકાના ચોપડે નોંધાઇ છે. આઠ વર્ષમાં 90 લોકોના મોત સુરતમાં 2020માં બે અકસ્માત કર્યા હતા અને તેના મોત થયા હતા. 2021 માં સાત અકસ્માત કર્યા હતા તેમાંથી પાંચના મોત થયા હતા અને બે ને ગંભીર ઈજા થઈ હતી. 2022 માં 21 અકસ્માત કર્યા હતા તેમાંથી આઠના મોત થયા હતા અને 13ને ગંભીર ઈજા થઈ હતી. 2023માં સૌથી વધુ 24 અકસ્માતમાં ત્રણના મોત અને 21ને ઇજા પહોંચાડી છે. જ્યારે 2024માં બે અકસ્માતમાં એકનું મોત થયું છે. છેલ્લા આઠ વર્ષની વાત કરવામાં આવે તો સીટી અને બીઆરટીએસ બસે 90 જણાનો ભોગ લીધો છે.

ડેપ્યુટી કમિશનરે આપી માહિતી

આ અંગે મનપાના ડેપ્યુટી કમિશનર ડો. રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, શહેરમાં બીઆરટીએસ બસ અને સિટી બસ દ્વારા અકસ્માત ન થાય તેના માટે અમે કેટલાક નિર્ણયો લેવા માટેની તૈયારી કરી લીધી છે. મેં પોતે અલગ અલગ સ્થળની વિઝિટ કરી છે. ડ્રાઈવર સીટ ઉપર પણ બેસીને જે બ્લેક સ્પોટ જેવી ખામીઓ છે તેની પણ અમે તપાસ સ્વયં કરી લીધી છે. આ બાબતની સૂચના જે-તે કોન્ટ્રાક્ટરોને બસમાં વધારાના મિરર, ડેશ કેમેરા વગેરે ફરજિયાત લગાડવા માટેની સૂચના આપી દીધી છે. આગામી દિવસોમાં ડ્રાઈવરોને તાલીમ માટેની પણ વ્યવસ્થા કરવાના છીએ. શહેરમાં એક પણ અકસ્માત ન થાય તેના માટે પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

  • Follow us on: