રાજ્યમાં રેવન્યુ તલાટીની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રેવન્યુ તલાટી ભરતીમાં 2 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રેવન્યુ તલાટીની ભરતીમાં લાયકાત અંગે અને વય મર્યાદાને લઈને મોટો સુધારો કરવામાં આવ્યો છે. હવેથી રેવન્યુ તલાટી ભરતી માટે સ્નાતક હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
રેવન્યુ વિભાગ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરશે
તમને જણાવી દઈએ કે અગાઉ રેવન્યુ તલાટીની ભરતી માટે માત્ર ધોરણ 12 પાસ હોવ તો પણ ફોર્મ ભરી શકાતું હતું. ઉમેદવારોની વય મર્યાદા પણ 33 વર્ષથી વધારીને 35 વર્ષ કરવામાં આવી છે. જેને લઈને રેવન્યુ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ત્યારબાદ આ નિર્ણય અમલી બનશે.
શિક્ષણ વિભાગમાં 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર
બીજી તરફ શિક્ષણ વિભાગમાં આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. અંદાજે 94,000 જેટલી જગ્યાઓ પર ભરતી થશે. કુલ 94,353 જગ્યાઓ ભરવાનું આયોજન સરકારનું છે. તમને જણાવી દઈએ કે જેમાં પ્રાથમિક શિક્ષણની સૌથી વધુ જગ્યાઓ ભરાશે. આગામી 10 વર્ષમાં 80 હજાર કરતાં વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
કયા વર્ષે કેટલી ભરતી કરવામાં આવશે?
- વર્ષ 2025- 11,300
- વર્ષ 2026- 6,503
- વર્ષ 2027- 5,698
- વર્ષ 2028- 5,427
- વર્ષ 2029- 430
- વર્ષ 2030- 8,283
- વર્ષ 2031 -8,396
- વર્ષ 2032- 18,496
- વર્ષ 2033- 13,143









