• જેલમાંથી 58 ગ્રામ ગાંજાના કેસના આરોપીએ તપાસમાં ઘટસ્ફોટ

  • વધુ તપાસ માટે સીસીટીવી ફૂટેજ મંગાવતા જેલના કર્મચારીઓમાં ફફડાટ
  • જેલના બીડી સહિતના કચરામાંથી ગાંજો મળ્યો હતો

સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી 58 ગ્રામ ગાંજો મળી આવવાના કેસના આરોપી અક્રમ અબ્દુલ અઝીઝ શેખની ધરપકડ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પરંતુ આ આખા કિસ્સામાં ચોંકાવનારી હકીકત એ બહાર આવી છે કે, આ કેસની તપાસ કરનારા અધિકારી સમક્ષ અક્રમ શેખે એવો ખુલાસો કર્યો છે કે, તેની બેરેક પાસે પડેલા કચરના ઢગલામાં બીડીની સાથે આ ગાંજો મળ્યો હતો. પરિણામે તપાસ કરનાર એસઓજીના અધિકારીએ આ બેરેક પાસેના સીસીટીવી ફૂટેજ મંગાવતા જેલના સંબંધીત કર્મચારીઓમાં ગાંજા સહિતની ઘૂસણખોરીનો ભાંડો ફૂટી જવા વિષે ફફડાટ વ્યાપ્યો છે. ઉલ્લેખનીય છે કે, અક્રમ શેખ લૂંટના ગુનામાં સાત વર્ષની જેલની સજા કાપી રહ્યો છે.

થોડાક સમયથી તેની માનસિક હાલત અસ્વસ્થ રહેતા રોજ રાત્રે તેને જેલના જ ડૉક્ટર દવા આપી રહ્યા છે. આ બાબતે આ ડૉક્ટરનું પણ નિવેદન લેવાયું છે. એસઓજીના પીએસઆઈએ આરોપી અક્રમ અબ્દુલ શેખની ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જયા રિમાન્ડના કારણોમાં આરોપી ગાંજો કયાથી લાવ્યો હતો તેની તપાસ કરવાની છે. સાબરમતી જેલ પ્રતિબંધિત હોવા છતા જેલમાં કેવી રીતે ગાંજો પહોંચ્યો હતો.આરોપી સાથે બીજો કોણ સામેલ છે તેની તપાસ કરવાની હોવાથી રિમાન્ડની જરૂરી છે. આરોપીની રિમાન્ડ મેળવ્યા બાદ એસઓજીના તપાસનીશ અધિકારીએ જેલમાં તપાસ કરી હતી. જેલમાં આરોપી અક્રમ અબ્દુલ શેખની બેરેકમાં રહેલા કેદીઓએ કહ્યુ હતુ કે, જેલના બીડી સહિતના કચરામાંથી ગાંજો મળ્યો હતો.


  • Follow us on: