- Index 'B'ની કામગીરી, G-20નું નોડલ ડેવલપમેન્ટ અંગે ચર્ચા
- ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, રાજ્યમાં નવા રોકાણ અંગે ચર્ચા
- ઇન્ડસ્ટ્રીઝ વિભાગના અધિકારીઓ પણ રહ્યા હાજર
આ વખતે G-20 સમિટ ભારતમાં યોજાશે. આ બેઠક અંતર્ગત ગુજરાતમાં 15 બેઠકો યોજાશે. સમગ્ર ભારતમાં આ સમિટ અંતર્ગત 200 બેઠકો યોજાશે. એક બેઠક ત્રણ દિવસની રહેશે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, એકતાનગર અને ધોરડોમાં બેઠક યોજાશે. આ બેઠકનું આયોજન મોટા પાયે કરવામાં આવ્યું છે. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી G-20ની બેઠક ચાલશે. અલગ-અલગ શહેરોમાં તેનું આયોજન કરવામાં આવશે.

જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી બેઠક ચાલશે
આગામી જાન્યુઆરી, 2023થી ઓગસ્ટ, 2023 સુધી G-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રકારે વાયબ્રન્ટના મોટા આયોજન ગાંધીનગરમાં થાય છે. તે રીતે જ જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી બેઠક ચાલશે. આયોજનોની વિશાળતા જોતાં લાગે છે કે આ બેઠકનું આયોજન પણ વાયબ્રન્ટ સમિટ જેવું જ રહેશે. દેશ- વિદેશના મહેમાનો ગુજરાતના મહેમાન બનશે. આ સમિટના આયોજન અંતર્ગત મુખ્યમંત્રી નિવાસ સ્થાન પર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગ વિભાગ દ્વારા પણ આજે મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. Index 'B'ની કામગીરી, રાજ્યમાં નવું રોકાણ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, G-20નું નોડલ ડેવલપમેન્ટ બનાવવા અર્થે ચર્ચા કરવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રીઝ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
