• વઢવાણના ધોળીપોળમાં આવેલ ખડના ડેલામાં પોલીસે જુગારના દરોડા કર્યા હતા

  • 11 જુગારીયાઓ રોકડા રૂપીયા 15,340 સાથે ઝડપાયા હતા
  • બનાવની ફરિયાદ નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી

સુરેન્દ્રનગરના પતરાવાળી ચોક અને વઢવાણના ધોળીપોળમાં આવેલ ખડના ડેલામાં પોલીસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં 11 જુગારીયાઓ રોકડા રૂપીયા 15,340 સાથે ઝડપાયા હતા. સુરેન્દ્રનગરમાં વરલી મટકાના જુગારમાં થયેલા દરોડામાં 1 જુગારી ફરાર થઈ ગયો હતો.

સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસના વી.એમ.ડેર સહિતની ટીમે પતરાવાળી ચોક નજીક રમાતા વરલી મટકાના જુગાર પર દરોડો કર્યો હતો. જેમાં બુટ ભવાની કોમ્પલેક્ષ અને સીલ્વર કોમ્પલેક્ષ વચ્ચેની ગલીમાં ઓટા પર બેસી જુગાર રમતા જુગારીયાઓ પોલીસને જોઈ જતા નાસભાગ મચી હતી. જેમાં પોલીસે વરલી મટકાનો જુગાર રમતા રાજેશ કીશનભાઈ ડાભી, દલસુખ ચોથાભાઈ ઓઢકીયા, કાંતી ડાયાભાઈ વાઘેલાને રોકડા રૂપીયા 4900 સાથે ઝડપી લીધા હતા. આ દરોડામાં ક્રીપાલસીંહ રણજીતસીંહ ઝાલા ફરાર થઈ ગયો હતો. બનાવની ફરિયાદ નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. બીજી તરફ વઢવાણ પીએસઆઈ સી.એ.એરવાડીયા, મહેન્દ્રસીંહ સહિતની ટીમે ધોળીપોળમાં આવેલા ખડના ડેલામાં જુગારનો દરોડો કર્યો હતો. જેમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રફીક ભીખુશા દીવાન, આરીફ જુસબભાઈ મીણાપરા, અનવર યાકુબભાઈ કગથળા, લતીફ કાસમભાઈ ભાસ, પ્રવીણ કેશાભાઈ શ્રીમાળી, ઈમ્તીયાઝ અકબરભાઈ મલેક, ફીરોઝ હકીમભાઈ મોહાત અને રસીદ અકબરભાઈ કોંઢીયા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપીયા 10,440 કબજે કરી વઢવાણ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.


  • Follow us on: