• ઓફિસમાં કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા
  • ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવી લીધો
  • હસમુખ પટેલે જણાવ્યું છે કે સ્ટ્રોંગ રુમમાં કોઈ તકલીફ નથી

ગાંધીનગર કર્મયોગી ભવનના બ્લોક-2માં પહેલે માળે આગ લાગી છે. જેમાં ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં આગ લાગતા ભયનો માહોલ છવાયો હતો. તેમાં ઓફિસમાં કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. તથા ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવી લીધો છે.

પેપર વગેરે સલામત છે. જે રુમમાં આગ છે, ત્યાં ફર્નીચર બળ્યું

કર્મયોગી ભવનની કચેરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેમાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમાં ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં આગ લગાતા GPSSBના અધ્યક્ષ હસમુખ પટેલે નિવેદન આવ્યું છે. જેમાં હસમુખ પટેલે જણાવ્યું છે કે સ્ટ્રોંગ રુમમાં કોઈ તકલીફ નથી. પેપર વગેરે સલામત છે. જે રુમમાં આગ છે, ત્યાં ફર્નીચર બળ્યું છે. તથા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. તેથી સ્ટ્રોંગ રુમમા કોઈ તકલીફ નથી. તથા એવા કોઈ અગત્યના ડોક્યુમેન્ટ હોય એવુ હાલ જાણવા મળ્યું નથી. 

સ્ટ્રોગરૂમ આગની લપેટમાં આવ્યો નથી

એક ચેમ્બરમાં એસીમાં ધડાકો થયો હતો, જેથી આગ લાગી હતી. એને પગલે સ્ટાફ બહાર નીકળી ગયો હતો, જેથી કોઈ જાનહાનિ પણ થઈ નથી. 2થી 3 ચેમ્બર આગની લપેટમાં આવી હતી, જોકે સ્ટ્રોંગમાં તમામ વસ્તુઓ સલામત છે. ખાતાકીય પરીક્ષા અને સ્ટેનોગ્રાફરની ઉત્તરવહીઓ સ્ટ્રોંગ રૂમમાં સલામત છે. જે ડોક્યુમેન્ટ સળગ્યા છે એમાં પણ કોઈ મહત્ત્વના સાહિત્યને નુકસાન પહોંચ્યું નથી. સ્ટ્રોગરૂમ આગની લપેટમાં આવ્યો નથી.

ACમાં શોર્ટસર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

ચીફ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તૂરે જણાવ્યું હતું કે ACમાં શોર્ટસર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ લાગતાં રૂમનું ફર્નિચર તેમજ વીસ ટકા રેકોર્ડ પણ આગમાં બળી ગયાં હતાં. જોકે બે ટેન્કર થકી 14 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.


  • Follow us on: