• શિક્ષણ સચિવ મુકેશકુમાર અને નિયામક બેઠકમાં હાજર
  • બેઠક બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન
  • 17 જિલ્લામાં 31 શિક્ષક મંજૂરી વગર વિદેશ ગયા છે

રાજ્યમાં એક પછી એક ભૂતિયા શિક્ષકોની માહિતી બહાર આવી રહી છે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષણ વિભાગના સચિવ અને નિયામક સાથે આ મુદ્દે બેઠક કરી હતી. અને જેટલા પણ ભૂતિયા શિક્ષકો છે તેમની વિગતો મંગાવી છે અને તમામ સામે ખાતાકીય કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.

છેલ્લા ત્રણ દિવસથી મીડિયામાં શિક્ષક શાળામાં હાજર નથી અને વિદેશ પ્રવાસ પર ગયા છે જેવા સમાચારો જોવા મળી રહ્યા છે. જે મુદ્દે આજે શિક્ષણ વિભાગના મુકેશકુમાર અને નિયામક સાથે શિક્ષણમંત્રીએ ચર્ચા કરી હતી. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, 17 જિલ્લાઓમાં 31 શિક્ષકો રજા લીધા વગર બિન અધિકૃત રીતે વિદેશ ગયા છે. વિદેશ ગયેલા શિક્ષકોને કોઈ પગાર આપવામાં આવતો નથી. તેમજ એક પણ શિક્ષકને છોડવામાં નહીં અને કાયદાની જોગવાઈ પ્રમાણે પગલાં ભરવામાં આવશે.

[[$googlead]]

મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી

[[$alsoread]]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂતિયા શિક્ષકો વિશે જણાવ્યું કે, જેટલા પણ શિક્ષકો પોતાની ફરજ પર હાજર રહ્યા નથી અને વિદેશમાં જતા રહ્યા છે તેમની સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જણાવ્યું કે, 32 શિક્ષકો વિદેશ ગયા છે જેમને પગાર ચૂકવવામાં આવતો નથી. સરકારનો ખોટો લાભ લીધો હશે તો તેમની સાથે વસૂલાત સુધીના પગલાં પણ ભરવામાં આવશે. શિક્ષણ વિભાગ સ્પષ્ટ છે અને કોઈપણ લાલિયાવાડી ચલાવવામાં માગતા નથી. આ રીતે એક પણ જિલ્લામાં કોઈ પણ શિક્ષક બિનઅધિકૃત કે વિદેશ ગયા હોય તમામ પ્રકારની માહિતી મંગાવી છે. આ શિક્ષકોને વહેલામાં વહેલી તકે કાયદાકીય રીતે શિક્ષા કરવામાં આવશે.

  • Follow us on: