• 13 કર્મચારીઓને જુ. ક્લાર્કમાંથી સિ. ક્લાર્કમાં પ્રમોશન
  • તબીબી વિભાગ દ્વારા કાર્યાલય આદેશ કરવામાં આવ્યો
  • ખાતાકીય બઢતી સમિતી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો

રાજ્યની હોસ્પિટલોમાં ફરજ બજાવતા 13 જુનિયર ક્લાર્કને સિનિયર ક્લાર્ક તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. તબીબી વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

કમિશ્નર, આરોગ્ય અને તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (તબીબી સેવાઓ) ગાંધીનગરના નિયંત્રણ હેઠળની હોસ્પિટલોમાં જુનીયર ક્લાર્ક, વર્ગ-3 સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે. પગાર ધોરણ પે મેટ્રીક્ષ લેવલ-2 રૂ. 19900-63200/- ફરજો બજાવતા કર્મચારીઓને સીનીયર ક્લાર્ક વર્ગ-3 તરીકે બઢતી આપવા માટે તા.09/07/2024ના રોજ મળેલ ખાતાકીય બઢતી સમિતિએ વિચારણામાં લીધેલ કર્મચારીઓ પૈકી 13 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે.

13 કર્મચારીઓને બઢતી આપવામાં આવી

ભરતકુમાર ડામોર, જીનલ ચૌધરી, સુરેશભાઈ મકવાણા, કાંતિભાઈ ગેલોત, યુવરાજ જાદવ, વિજય સુવા, સચિન જાદવ, માધાભાઈ સંખલા, રણજીતસિંહ ગોહીલ, મોનિકા પ્રજાપતિ, પ્રહલાદભાઈ પ્રજાપતિ, પાર્થ જોષી, જાવેદ ખોરજીયા નામના કર્મચારીઓને જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્ક તરીકે બઢતી આપવામાં આવી છે.

  • Follow us on: