- સ્ટેન્ડિંગ કમિટીમાં ફાયરવિભાગમાં નવી જગ્યાઓ માટે મળી મંજૂરી
- શહેરના ચાર ઝોનના ચાર સ્ટેશનમાં કરાશે ભરતી
- ચીફ ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર, સુપ્રિટેન્ડન્ટ, ફાયરમેન કમ ડ્રાઈવર અને ક્લાર્કની કરાશે ભરતી
ગાંધીનગર મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં અલગ અલગ ઘણા મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. મહાનગર પાલિકા દ્વારા 20,000ની મર્યાદામાં ખુરશી ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ ખરીદી એમપેનલ કરીને કરવામાં આવશે.
કમિટીની બેઠકમાં અલગ અલગ ભરતી અને બઢતીના નિયમોને બહાલી આપવામાં આવી
આ સાથે જ ગાંધીનગર મહાનગર પાલિકામાં અલગ અલગ ભરતી અને બઢતીના નિયમોને બહાલી આપવામાં આવી છે. મહાનગર પાલિકા હસ્તકની 67 સરકારી શાળાઓમાં સફાઈ કામગીરી સોંપવા અંગેનો નિર્ણય પણ કરાયો છે. તેની સાથે જ ઝુંપડાઓના સ્ટેશન સર્વેની કામગીરી કરવા માટે એજન્સીને ચાર્જ ચુકવીને મંજૂરી આપવામાં આવી છે.
ગાંધીનગર શહેરમાં અર્બન મોબિલિટી ઈવેન્ટ માટે મહાનગર પાલિકા પૈસા આપશે
તે સિવાય મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે વધુ વાત કરતા જણાવ્યું કે ગાંધીનગર મનપા મહાનગર પાલિકા ગાંધીનગર શહેરમાં અર્બન મોબિલિટી ઈવેન્ટ માટે પૈસા પણ આપશે અને ખુરશીની ખરીદી કરવા માટે કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને એમપેનલ દ્વારા આ ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયરવિભાગમાં નવી ભરતી માટે મળી મંજૂરી
તમને જણાવી દઈએ કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયરવિભાગમાં નવી ભરતી માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં ફાયરવિભાગમાં નવી જગ્યાઓની ભરતી માટે મંજૂરી મળી ગઈ છે. ત્યારે શહેરના ચારેય ઝોનના ચાર સ્ટેશનમાં ભરતી થશે અને 108 ફાયરમેનની નવી ભરતી કરવામાં આવશે. આ સિવાય ફાયર વિભાગમાં અલગ અલગ પોસ્ટ જેમ કે ચીફ ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર, સુપ્રિટેન્ડન્ટ, ફાયરમેન કમ ડ્રાઈવર અને ક્લાર્કની ભરતી કરવામાં આવશે. આ સિવાય બેઠકમાં ખુરશીની ખરીદી અંગે અને અર્બન મોબિલિટી ઈવેન્ટ માટે પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.