ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે આજરોજ ગાંધીનગર સેક્ટર-2 ખાતે રક્તસંજીવની યજ્ઞ અંતર્ગત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ હતું. આ કેમ્પમાં 200 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યુ હતું. રક્તદાતાઓએ આ ભારતીય સૈન્ય અને વડાપ્રધાનના નેતૃત્વને સમર્થન દર્શાવવા માટે આ રક્તદાન કર્યુ હતુ. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે એક રાષ્ટ્ર, એક લાગણી, એક જવાબદારી રક્તદાનના ઉદ્દાત સુત્ર સાથે પાટનગરની વિવિધ સામાજિક, ધાર્મિક સંસ્તાઓ, યુવા સંગઠનો અને તબીબી સંસ્થાઓના સહકારથી આજરોજ ઉપરોક્ત રક્તદાન શિબિર યોજાઇ હતી.
જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઇને રક્તદાન કર્યુ હતુ. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, ધારાસભ્ય રિટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ, સંતો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને રક્તદાનમાં ભાગ લેનાર રક્તદાતાને અભિનંદન પાઠવ્યા હતા.










