- બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનશે
- આ સેન્ટરોમાં તાલિમ અને નિદર્શન થશે
- બાગાયતી ખેતી માટે સેન્ટર ફોર એક્સલન્સ સ્થાપવાની જાહેરાત
બાગાયતી ખેતીના વાવેતર માટે રાજ્યમાં 4 સેન્ટર બનાવવામાં આવશે. જેમાં અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે. આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે.
સેન્ટર ફોર એક્સલન્સ સ્થાપવામાં આવશે
ગુજરાતમાં બાગાયતી ખેતીના વાવેતર માટે ચાર સેન્ટર બનાવવામાં આવશે. જેને લઈને સેન્ટર ફોર એક્સલન્સ સ્થાપવાની જાહેરાત આપવામાં આવી છે. અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં આ સેન્ટર બનાવવામાં આવશે. બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરે છે. રોજગારીનું સર્જન કરે છે અને દેશના ખાદ્ય સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
બાગાયતી ખેતી એટલે શું?
બાગાયતી એ ખેતીનો એક પ્રકાર છે જેમાં ફળો, શાકભાજી, ફૂલો, ઔષધીય છોડ અને અન્ય વિશેષ પાકોનો સમાવેશ થાય છે. આ પાકો સામાન્ય રીતે બગીચા, ખેતરો અથવા ગ્રીનહાઉસમાં ઉગાડવામાં આવે છે. પહેલા બાગાયતી શબ્દનો ઉપયોગ મુખ્યત્વે ઘરની આસપાસ ઓછી જમીનમાં ઉગાડવામાં આવતી વનસ્પતિઓ, ખાસ કરીને ફળો અને શાકભાજી માટે થતો હતો. આનો ઉપયોગ ખેડૂતો દ્વારા પોતાના અને પશુઓના વપરાશ માટે ખોરાક ઉગાડવા માટે થતો હતો. હવે બાગાયતી ખેતીનો એક વ્યાપક ક્ષેત્ર બની ગયો છે જેમાં વિવિધ પ્રકારના પાકોનો સમાવેશ થાય છે અને તેનો ઉપયોગ વ્યાવસાયિક અને શોખીન બંને હેતુઓ માટે થાય છે
બાગાયતી ખેતીથી કયા ફાયદા થાય છે?
બાગાયતી પાકો ઘણીવાર ખેતી કરતાં વધુ આવક આપે છે. ખેડૂતો, કામદારો અને અન્ય લોકો માટે રોજગારીનું સર્જન કરે છે. બાગાયતી પાકો વિટામિન, ખનિજો અને અન્ય પોષક તત્વોનો સારો સ્ત્રોત છે. ખેડૂતોને તેમની ખેતીમાં વિવિધતા લાવવામાં મદદ કરે છે. જમીનના ધોવાણને રોકવામાં, હવાની ગુણવત્તામાં સુધારો કરવામાં અને જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. ભારતમાં બાગાયતી ખેતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે દેશના કુલ કૃષિ ઉત્પાદનમાં બાગાયતી પાકોનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.









