• પોતાના પક્ષના ગદ્દારોને બદલે મતદારો ઉપર ભડાસ કાઢી

  • X ઉપર કરેલી પોસ્ટમાં નાગરિકો તૂટી પડયા છેવટે ટ્વિટ ડિલીટ કરવું પડયું
  • ''ઈસ ચિત્ર સે હમે યે શિક્ષા મિલતી હૈ કી કૂત્તો કા વિકાસ સે કોઈ મતલબ નહી રત્નાકરની ટ્વિટ

પાંચ લાખથી વધારે લીડથી એક એક બેઠક જીતવાના બણગા ફુંકનારા ભાજપના નેતાઓને હવે ગુજરાતમાં બનાસકાંઠા લોકસભામાં મળેલી હાર પચી રહી નથી. તેના માટે પોતાના જ પક્ષની અંદર રહેલા ગદ્દારોને બદલે મતદારો પર ભડાસ કાઢી રહ્યા છે. પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરે શુક્રવારે X ઉપર ટ્વિટ કરીને પ્રજાની સરખામણી કુતરા સાથે કરી નાંખી હતી. RSSમાંથી આવતા આ હોદ્દાદારના આવી ટિપ્પણી સામે નાગરીકો તુટી પડતા તેમને પોતાનું ટ્વિટ જ ડિલેટ કરી દેવાની ફરજ પડી હતી. રત્નાકરે કાચા રસ્તા ઉપર બની રહેલા RCC સિમેન્ટના પાકા રસ્તા ઉપર કૂતરું ચાલી રહ્યુ હોય તેવો ફોટોગ્રાફ મુકી ''ઈસ ચિત્ર સે હમે યે શિક્ષા મિલતી હૈ કી કૂત્તો કા વિકાસ સે કોઈ મતલબ નહી'' એમ લખીને કેટલુ પણ સારૂ કામ કર્યુ હોય પણ કેટલાક લોકો માટે તેનાથી કોઈ જ લેવા કે દેવા નથી એવુ વાક્ય લખ્યુ હતુ. તેમના આ શબ્દો એ ભાજપની હાર, પાંચ લાખથી વધારે લીડના દાવાની હવા નિકળ્યાની પ્રતિક્રિયા રૂપે હોવાનુ કહીને X યુઝર્સ તુટી પડયા હતા.


  • Follow us on: