રાજ્યમાં ઠેર ઠેર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે ગાંધીનગરથી CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો છે, જેમાં 2000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.


[[$googlead]]

ગાંધીનગરથી CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ પાણી પુરવઠા વિભાગના 13 કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્યારે શહેરી વિકાસ વિભાગના 11 કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના 5 કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું છે અને ગૃહ વિભાગના 3 પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

[[$alsoread]]

એક વ્યક્તિ કેટલું કરી શકે, તે ગુજરાતે દેશને બતાવ્યું: CM ભૂપેન્દ્ર પટેલ

CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે 7 ઓક્ટોબર 2001થી ગુજરાતમાં વિકાસની વણઝાર શરૂ થઈ છે અને 7થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહ્યા છે. ગુજરાતે આફતને અવસરમાં ફેરવી છે અને એક વ્યક્તિ કેટલું કરી શકે, તે ગુજરાતે દેશને બતાવ્યું છે. છેવાડાના લોકો સુધી સરકારની દરેક યોજનાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં હવે વીજળી, પાણી, રસ્તાની સ્થિતિમાં સુધારો થયો છે. રાજ્યમાં દરેક જગ્યાએ પીવાનું પાણી મળે છે. આજે 2000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના ઘણા મંત્રીઓ અને ભાજપના ઘણા નેતાઓએ હાજરી આપી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સાથે જ રાજ્ય સરકારના મોટા અધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. 

બોટાદમાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત ટોક-શો યોજાયો હતો

2 દિવસ પહેલા જ બોટાદમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયાના અધ્યક્ષતામાં બોટાદકર કોલેજમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ટોક શો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ શું છે અને તેની ઉજવણી કેવી રીતે કરવામાં આવી રહી છે અને વિકાસ સપ્તાહ દરમિયાન આગળ કેવા કાર્યક્રમો યોજાશે તેને લઈને વિગતો જિલ્લા વિકાસ અધિકારીએ આપી હતી. વિકાસ સપ્તાહ અંતર્ગત સરકાર દ્વારા કરવામાં આવેલા મહત્વના કામ 'બેટી બચાવો બેટી પઢાવો' અંતર્ગત અભિયાન અગત્યનું છે. કાર્યક્રમમાં બેટી બચાવો બચાવો બેટી પઢાવો વિશે પણ ભારત સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાય અંગે ચર્ચા કરવામાં આવી હતી.

  • Follow us on: