ગાંધીનગર ખાતે સરકારની આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે આ બેઠકમાં મોટો નિર્ણય લીધો હતો. હવેથી રાજ્યના સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર કર્મચારીઓના ડીએમાં બે ટકાનો નિર્ણય કરશે. ગત માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારે કર્મચારીઓના ડીએમાં વધારો કર્યો હતો.


[[$googlead]]

સરકારી કર્મચારીઓના ડીએમાં બે ટકાનો વધારો

ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના ડીએમાં બે ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા રાજ્ય સરકારે ગત ડિસેમ્બર મહિનામાં સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધાર્યું હતું. જેમાં પહેલી જુલાઈ 2024થી વધારો કરીને 53 ટકા ભથ્થુ મંજૂર કરવામાં આવ્યું હતું. હાલમાં કર્મચારીઓને મુળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થુ મળી રહ્યું છે. રાજ્ય સરકારે આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય કરતાં આ ભથ્થામાં બે ટકાનો વધારો થશે. એટલે હવે કર્મચારીઓને મુળ પગારમાં 55 ટકા મોંઘવારી ભથ્થુ મળશે.

[[$alsoread]]

કેન્દ્ર સરકારે ગત માર્ચ મહિનામાં ભથ્થુ વધાર્યું હતું

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ગત માર્ચ મહિનામાં કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો હતો. કેન્દ્રિય કેબિનેટમાં આ નિર્ણય લેવાયો હતો. જે અનુસંઘાને આજે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને કારણે કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.


  • Follow us on: