ગાંધીનગર જિલ્લામાં ડિઝલ ચોર ગેંગ બેફામ બની છે.  દહેગામની ઝાક GIDCમાં ડીઝલ ચોરીની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ડીઝલ ચોરીની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. 


[[$googlead]]

દહેગામ પંથકમાં અસામાજિક તત્વો અને ચોરી કરતી ગેંગો બેખોફ બની છે. દહેગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના બનાવો રોકેટગતીએ વધી રહ્યા હોવા છતાં ફરિયાદો ન નોંધી સબસલામતના દાવા થઇ રહ્યા છે.ત્યારે દહેગામના ઝાક GIDC માં વધુ એક વખત ડીઝલ ચોરીનો મામલો સામે આવ્યો છે. CCTV ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, કાર લઈને આવેલા વ્યક્તિઓ કેવી રીતે ડીઝલ ચોરી કરી રહ્યા છે ડીઝલ ચોરી કરીને કારમાં ડીઝલના કેન ભરી ભરીને મુકી રહ્યા છે. 

લાંબા સમયથી ચાલતા ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયા બાદ આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું અને આ ચોરી કરેલ ડીઝલ કોણે આપવામમાં આવતું હતું તે પોલીસ તપાસમાં સામે આવશે. ચર્ચા મુજબ આ ચોરી રેકેટમાં અન્ય મોટા માથાઓની પણ સંડોવણી હોય તેવું લાગે છે ત્યારે દહેગામ પોલીસ આ ગુન્હામાં સત્ય હકીકતો સામે લાવશે કે પછી રાજકીય ઈશારે મોટા લોકોને બચાવી લેશે તે તો સમય જ બતાવશેહાલ આ મામલે પોલીસે CCTV ફૂટેજ આધારે તપાસની તજવીજ હાથ ધરી છે.

[[$alsoread]]
  • Follow us on: