મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે ગિફ્ટસિટી ખાતે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટયૂટ ગિફ્ટ-આઇએફઆઇ તથા ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટયૂટ ઇનોવેશન હબ- ગિફ્ટ-આઇએફઆઇએચનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ઊભી કરવા માટે આ ઇનિશ્યેટિવ્સ શરૂ કરાઈ રહ્યા છે.
ફિન્ટેક ઇનોવેશન હબ યુવા એન્ટરપ્રેન્યોર્સને નવી તકો તથા યંગ પ્રોફેશનલ્સને નવા રોજગારના અવસર પૂરા પાડશે અને આ સ્કિલ તથા ઇનોવેશનથી 2029 સુધીમાં ગુજરાત ગ્લોબલ ફિન્ટેક રિવોલ્યુશનમાં અગ્રણી બને તેવી નેમ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ગિફ્ટસિટીના ચેરમેન ડૉ. હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે, ફિન્ટેક સેક્ટરમાં ટૂંકાગાળાની તાલીમ તથા એન્ટરપ્રેન્યોર્સનો યોગ્ય સહયોગ મળી રહે તે માટે આ પ્રકારના ઇનોવેશન હબ તથા ઇન્સ્ટિટયૂટની જરૂરિયાત હતી, જે સાકાર કરાઈ છે. આ ઇનિશ્યેટિવ્સ માટે ગિફ્ટસિટીના ટાવર-ટુમાં 1,800 ચોરસ ફૂટ જગ્યા ફાળવાઈ છે. આ હબમાં સ્ટાર્ટઅપ્સને મેન્ટરિંગ ફેસિલિટી પણ અપાશે.










