ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી છેલ્લા ઘણા સમયથી વાહનચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે ગાંધીનગર LCBએ 30થી વધુ વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
ગાંધીનગર LCBએ ચોરીના બાઈક સાથે રીઢા વાહનચોરને ઝડપી પાડયો હતો અને તેની પુછપરછમાં આઠ જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. 30 વાહન ચોરીના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 20 શંકાસ્પદ RC બુક જપ્ત કરાઈ છે. વાહન ચોરીનો આરોપી મૂળ મહેસાણાના નંદાસણનો વતની હોવાની વિગતો સામે આવી રહી છે. આરોપી ટુ વ્હીલર પાર્કિંગવાળી જગ્યા પરથી નંબર પ્લેટ કાઢી અન્ય નંબર પ્લેટ લગાવીને ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે.













