તાજેતરમાં જ હાઇકોર્ટના જજ દ્વારા હેલમેટ અંગે ટકોર કરવામાં આવી હતી. સાથે જ જે કોઈ પણ હેલમેટ વગર પકડાય તેને ઓફિસ જવામાં મોડું થાય તો પણ રોકી રાખવા માટે જણાવ્યું હતું. ત્યારે આ મામલે સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સરકારી કર્મચારીઓ જ ખુદ હેલમેટના નિયમોના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા.


[[$googlead]]

સચિવાલયમાં હેલમેટ વગર જ પ્રવેશ

ત્યારે સંદેશ દ્વારા હેલમેટના નિયમના પાલન માટેનું રીયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સચિવાલયમાં કર્મચારીઓ હેલમેટ વગર જ પ્રવેશતા નજરે પડ્યા હતા. સચિવાલયમાં મોટાભાગના વાહન ચાલકો હેલમેટ વગર આવતા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. સરકારી કર્મચારીઓ જ નિયમોનું પાલન ન કરતાં જોવા મળી રહ્યા હતા. જે જગ્યા પરથી લોકો હેલમેટ વગર નીકળી રહ્યા હતા. ત્યાં જ ચેકિંગ પોઈન્ટ હોવા છતાં પણ કોઈ રોક ટોક વગર લોકો વગર હેલમેટ વાહનો ચલાવી રહ્યા હોય તેમ જોવા મળ્યું હતું. 

[[$alsoread]]

સંદેશ દ્વારા રીયાલિટી ચેક કરવામાં આવ્યું

બીજી તરફ પોલીસ ભવનમાં પણ સંદેશ દ્વારા રીયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ડીજીપી ઓફિસમાં પણ હેલમેટ વગર જ પ્રવેશ ન આપવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું, પણ અહીં ફક્ત કેમેરા જોઈને જ હેલમેટ વગર લોકોને રોકવામાં આવે છે કે પછી કાયમી ધોરણે રોકે છે તેને લઈને સવાલો ઊભા થયા હતા.

ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી

ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવારનવાર ટ્રાફિકના નિયમોને લઈને ટકોર કરવામાં આવે છે. તેમ છતાં પણ કોઈ તેના પર ધ્યાન નથી આપતું. ગઇકાલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફરજિયાત હેલમેટ અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

હાઇકોર્ટે શું કહ્યું હતું?

જેમાં હાઇકોર્ટે કહ્યું હતું કે "જે લોકો હેલમેટ વગર દેખાય એને ઓફિસના સમયે દરમિયાન ત્યાં જ રોકી રાખો, ભલે તેમને મોડુ થતું હોય તેમ છતાં તેમને ત્યાંથી જવા ના દો, જ્યારે ઓફિસમાં જ્યારે તેમને ઠપકો પડશે ત્યારે તેમને ખબર પડશે કે હેલમેટ પહેરવું જરૂરી છે"

હેલમેટના નિયમોના પાલન માટે ટેકનોલોજીનો ઉપયોગ

મહત્વનું કહી શકાય કે, હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ-ગાંધીનગર હાઇવે ઉપર ટ્રાફિક સૌથી વધારે હોય છે, લોકોની અવરજવર પણ વધારે હોય છે, એવી જગ્યાએ ઉપર એક ચેક પોસ્ટ ઉભી કરીને લોકોને હેલમેટના નિયમોનો અમલ કરાવો અને એમનામાં જાગૃતિ લાવવું જોઈએ અને એના માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો જોઈએ.


  • Follow us on: