ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર શરૂ થઈ ગયું છે. આ સત્ર દરમિયાન રાજ્ય સરકારે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને પેટ્રોલ-ડિઝલ, CNG-PNGથી કરોડોની આવક થઇ છે.
રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમા એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડિઝલ, CNG-PNGથી સરકારને કરોડોની આવક થઇ છે. છેલ્લા બે2 વર્ષમાં સરકારને પેટ્રોલ-ડિઝલ સીએનજી અને રાસાયણિક ખાતર પર સરકારને રૂપિયા 40,569 કરોડની આવક થઇ છે. વર્ષ 2023માં વેટ હેઠળ રૂપિયા 13,608 કરોડની આવક, સીએસટી હેઠળ રૂપિયા 2,468 કરોડ, સેસ હેઠળ રૂપિયા 3,852 સહિત કુલ 19,828 કરોડની આવક થઇ છે.
