ગાંધીનગરમાં મહાત્મા મંદિર PM મોદીના હસ્તે RE ઇન્વેસ્ટની શરૂઆત કરવામાં આવી છે. PM નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચ્યા છે. મહાત્મા મંદિરમાં RE ઇન્વેસ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદીના હસ્તે ગુજરાત ચોથી ગ્લોબલ RE ઇન્વેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 


[[$googlead]]

આ ઇવેન્ટમાં 40થી વધુ સત્રોનું આયોજન કરાયું છે. આ ઇવેન્ટમાં 5 પ્લેનરી ચર્ચાઓ, 115થી વધુ B2B મિટિંગ કરવામાં આવી છે. 25 હજાર પ્રતિનિધિ, 200થી વધુ સ્પીકર્સે  ભાગ લીધો છે. ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે સહભાગી થયા છે. જેમાં USA, UK, બેલ્જિયમનું પ્રતિનિધિમંડળ, ઓમાન, UAEનું પ્રતિનિધિમંડળ પણ હાજર રહ્યા છે. આ આ ઇવેન્ટમાં PM મોદી સાથે રાજ્યપાલ અને ગુજરાતના CM ઉપસ્થિત રહ્યા છે.

RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોનું ઉદ્ઘાટન

[[$alsoread]]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત ચોથી RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST)નું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમ આજથી એટલે કે 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહ્યો છે. ભારતના કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી; ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

રિન્યુએબલ એનર્જી સમિટમાં PMનું સંબોધન

ગાંધીનગરમાં PM મોદીના હસ્તે RE ઇન્વેસ્ટમાં સંબોધન કરતા કહ્યું હતું કે, મહાત્મા મંદિરમાં RE ઇન્વેસ્ટ કાર્યક્રમમાં આવનાર તમામ રાજકીય નેતાઓ અને મહાનુભાવોનું હૃદયપૂર્વક સ્વાગત કરૂ છું. વિશ્વના અનેક દેશોથી આવેલા સાથીઓનું સ્વાગત કરૂ છું. RE ઇન્વેસ્ટ કોન્ફરન્સની આ ચોથી આવૃત્તિ છે. ત્રણ દિવસ અહીં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ કોન્ફરન્સથી આપણે એકબીજા પાસેથી શીખીશુ. આ કોન્ફરન્સથી મળેલી શીખ સમગ્ર માનવજાતને કામ લાગશે. જનતાએ 60 વર્ષ બાદ કોઈ સરકારને ત્રીજી ટર્મ આપી છે. 140 કરોડ ભારતવાસીઓને અમારી પર ભરોસો છે. જનતાની અપેક્ષાઓને 10 વર્ષમાં પાંખો લાગી છે. આ ટર્મમાં એ સપના, અપેક્ષાને નવી ઉડાન મળશે. દેશના ગરીબ, દલિત, શોષિત, પીડિત, વંચિતને ભરોસો છે. ગરીમાપૂર્ણ જીવનની આ ત્રીજી ટર્મ ગેરન્ટી છે.

ભારતને ટોચની 3 અર્થવ્યવસ્થામાં પહોંચાડવાનો સંકલ્પ છેઃPM 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, ભારતને ટોચની 3 અર્થવ્યવસ્થામાં પહોંચાડવાનો સંકલ્પ છે. આજની આ ઇવેન્ટ એક છૂટીછવાઈ ઇવેન્ટ નથી, આ ઇવેન્ટ એક મોટા મિશનનો હિસ્સો છે. ભારતને વિકસિત દેશ બનાવવાના વિઝનનો આ એક ભાગ છે. પહેલાં 100 દિવસમાં અમે અમારું વિઝન બતાવ્યુ છે. ભારતને ઝડપી વિકાસ કરાવે તેવા દરેક ક્ષેત્ર પર ફોકસ કર્યુ છે. ભારતમાં અમે 7 કરોડ ઘર બનાવી રહ્યા છીએ.

10 વર્ષમાં તેમાંથી 4 કરોડ ઘર બનાવ્યા: PM

10 વર્ષમાં તેમાંથી 4 કરોડ ઘર બનાવી દીધા છે . PM ત્રીજી ટર્મમાં નવા 3 કરોડ ઘર બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલનું  સંબોધન

RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોનું ઉદ્ઘાટનને લઇ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન કરતા કહ્યું હતું કે, આ તમામ મહેમાનોનું હું ગુજરાતમાં સ્વાગત કરૂ છું. PM મોદીએ જળ શક્તિ, ઉર્જી શક્તિ, જ્ઞાન શક્તિનો ગુજરાતમાં પાયો નાખ્યો હતો. PMના રૂપમાં વિઝનરી નેતા મળ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના વિકાસમાં વેગ મળ્યો છે. PM સ્વરૂપે આપણને એક વિઝનરી નેતા મળ્યા છે. નરેન્દ્ર મોદીએ પહેલો ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કર્યો હતો. ગુજરાત પવન ઉર્જામાં દેશમાં પ્રથમ ક્રમે છે. ગુજરાત સોલાર ઉર્જામાં દેશમાં બીજા ક્રમે છે. સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન મિશનની જાહેરાત કરાઇ છે. ગુજરાત ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનું હબ બનશે.

ગુજરાતના 50 બંદરો પર પમ્પ હાઇડ્રો સ્ટોરેજની તકઃCM

CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન કરતા કહ્યું હતું કે, ગુજરાતનો સૌથી મોટો દરિયા કિનારો આવેલો છે, જેમાં 50 બંદરો પર પમ્પ હાઇડ્રો સ્ટોરેજની તક મળી છે. ગ્રીન એનર્જી માટે ગુજરાત ઉભરતું ડેસ્ટિનેશન છે. PMના વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે. રિન્યુએબલ એનર્જીનો લાભ ગરીબ, મધ્યમવર્ગને મળશે. PM સૂર્યઘર મફત વીજળી યોજના લાગુ કરાઈ છે. 

ભારત રીન્યુએબલ એનર્જીમાં આગળ: પ્રહલાદ જોશી

પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, ભારત સૌથા ઝડપી ઈકોનોમી બની રહી છે. PM મોદીએ આ ક્ષેત્રે નવી રાહ બતાવી છે. ઉર્જાની માંગ દેશમાં વધી રહી છે. આજે કરોડો ભારતીયો આજે પણ સૂર્ય નમસ્કાર અને ગાયત્રી મંત્રથી દિવસની શરૂઆત કરે છે. સૌથી ઓછા પર કેપિટા ઉર્જા ખપત છતાં ભારત રીન્યુએબલ એનર્જીમાં આગળ વધી રહ્યું છે. પીએમ મોદીની લીડરશીપ માં ભારતે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે મોટી છલાંગ મારી છે. પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના વિશ્વની સૌથી મોટી યોજના છે. ભારતમાં 3.5 લાખ લોકોએ યોજનાને લાભ લીધો છે. પીએમ મોદી આજે સવારે જ યોજના ના લાભાર્થિઓ સાથે ચર્ચા કરી છે.

PM મોદીએ વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કર્યું

પીએમ મોદીએ ગુજરાતના અમદાવાદમાં દેશની પ્રથમ વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કર્યું. નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદ સુધી દોડશે. પીએમ મોદી આજે તેનું ફ્લેગ ઓફ કરશે.

  • Follow us on: