• ગાંધીનગરમાં અમિત શાહની જીત નક્કી

  • સૌથી વધારે લીડ સાથે આગળ
  • 6 લાખની લીડ પાર કરી અમિત શાહે

ગાંધીનગર લોકસભા બેઠક કે જે ભાજપનો ગઢ માનવામાં આવે છે. ગાંધીનગરની લોકસભા બેઠક એ ખૂબ જ રસપ્રદ માનવામાં આવે છે. જય ભાજપે લોકસભા 2024ની ચૂંટણી માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જે ગાંધીનગરના સિટિંગ સાંસદ તેમને રિપીટ કર્યા હતા અને તેમની સામે કોંગ્રેસે સોનલ પટેલ પર વિશ્વાસ મૂક્યો હતો. હવે આ બેઠકની વાત કરીએ તો આ બેઠક પર અમિત શાહનો દબદબો રહેલો છે. આ વખતે પણ 2024ની લોકસભાની ચૂંટણી કે જેની હાલ મતગણતરી ચાલી રહી છે તેમાં અમિત શાહ 6 લાખની લીડથી આગળ ચાલી રહ્યા છે.

કોંગ્રેસનો પ્રચાર ભાજપની તુલનામાં નબળો રહ્યો

[[$googlead]]

પહેલા હવે ગાંધીનગર લોકસભા બેઠકના રાજકીય સમીકરણોની વાત કરવામાં આવે તો, ગાંધીનગરની લોકસભા બેઠક પર 21.82 લાખ મતદારો છે. ગાંધીનગરમાં ગત 2019 લોકસભા ચૂંટણીની તુલનામાં આ વખતે મતદાનમાં 5.8 ટકાનો ઘટાડો થયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહની તુલનામાં સોનલ પટેલ પ્રમાણમાં નબળા ઉમેદવાર માની શકાય છે. કોંગ્રેસનો પ્રચાર પણ ભાજપની તુલનામાં નબળો રહ્યો હતો.

[[$alsoread]]

6 લાખની વધારે લીડથી આગળ

2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપના નેતા અમિત શાહની સામે સી જે ચાવડાને મેદાને ઉતાર્યા હતા. ત્યારે આ બેઠક પર અમિત શાહે 5 લાખ ઉપરની લીડ મેળવીને ભવ્ય જીત મેળવી હતી. હવે આ વખતે કોંગ્રેસના સોનલબેન પટેલની સામે અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે અને તે હાલ 6 લાખની વધારે લીડથી આગળ ચાલી રહ્યા છે. 5 લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અમિત શાહને જે હાલ તો તેમણે વટાવી લીધો છે. તો હવે 7 લાખથી વધારે લીડ મેળવીને અમિત શાહ સૌથી વધારે લીડથી જીતનારા સાંસદ બની શકે છે કે નહીં તે જોવાનું રહેશે.

સોનલબેન પડ્યા અમિત શાહ સામે નબળા

સોનલબેન પટેલ અનેક વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ અગાઉ કોંગ્રેસ મહિલા પ્રમુખનું પદ સંભાળી ચૂકયા છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પણ તેઓ લડી ચુક્યા છે. તેમનું કાર્યક્ષેત્ર નારણપુરામાં રહેલુ છે. અત્યારે મહારાષ્ટ્રના પ્રભારી તરીકે સોનલ પટેલ કામ કરી રહ્યા છે. સોનલ પટેલ હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે હાલ કાર્યરત છે. સોનલ પટેલ આ ઉપરાંત અત્યારે મહારાષ્ટ્રના સહપ્રભારીની જવાબદારી નિભાવી રહ્યાં છે. સોનલ પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત સામે ખૂબ નબળા જોવા મળી રહ્યા છે. 

  • Follow us on: