દાહોદમાં મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રો અને ભાણેજ સહિત કૂલ પાંચ લોકોની ધરપકડ કરાઈ હતી. આ કાર્યવાહી બાદ મંત્રી બચુ ખાબડ સચિવાલયમાં સતત ગેરહાજર જોવા મળ્યા હતાં. તેઓ કેબિનેટની બેઠકમાં પણ હાજર રહ્યા નહોતા. આજે દાહોદ કોર્ટમાં તેમના બંને પુત્રોના જામીન અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડને 50 હજારના જામીન પર મુક્ત કર્યા છે.


[[$googlead]]

દાહોદ કોર્ટે બન્નેના જામીન કર્યા મંજૂર

રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની દાહોદમાં થયેલા મનરેગા કૌભાંડમાં ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ મંત્રી બચુ ખાબડ સચિવાલય ખાતેના કાર્યાલયમાં સતત ગેરહાજર જોવા મળ્યા હતાં. કેબિનેટની બેઠકમાં પણ તેઓ ગેર હાજર દેખાયા હતાં. આજે મળેલી કેબિનેટની બેઠકમાં પણ તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. તેમના બંને પુત્રોના જામીન અંગે આજે દાહોદ કાર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે 50 હજારના જામીન પર બળવંત અને કિરણ ખાબડને જામીન આપ્યા હતાં.

[[$alsoread]]

મંત્રી બચુ ખાબડ બે અઠવાડિયાથી સચિવાલયમાં ગેરહાજર

મંત્રી બચુ ખાબડ છેલ્લા બે અઠવાડિયાથી સચિવાલયમાં ગેરહાજર જોવા મળ્યા છે. આ ઉપરાંત દાહોદમાં પણ વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ તેમની ગેરહાજરી જોવા મળી હતી. આ પહેલા તેમને જ્યારે સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું હતું કે, હું ભાગેડુ નથી પણ લોકોની વચ્ચે રહીને કામ કરનારો માણસ છું. દાહોદમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ તેમને દૂર રાખવામાં આવ્યા હતાં. આના પરથી હવે એક વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે,ભ્રષ્ટાચારી મંત્રીઓની બાકબાદી નક્કી જ છે. આગામી સમયમાં આ પ્રકારના કેટલાક લોકોને દૂર કરી દેવામાં આવે તો નવાઈ નહીં.


  • Follow us on: