ગાંધીનગર વિધાનસભામાં આજે બજેટ સત્રનો છેલ્લો દિવસ છે. આજે ગૃહમાં વિમલ ચુડાસમના આકરા તેવર જોવા મળ્યા. ગૃહમાં ગેરકાયદે ખનન મુદ્દે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે 10 દિવસથી રજૂઆત કરુ છું કોઈ કામ થતું નથી. સતત કહેવા છતાં કોઈ અધિકારી ગેરકાયદે ખનનને લઈને કામગીરી કરતા જોવા ના મળ્યા. અધિકારીઓ કામગીરી નહિ કરે તો ઉપવાસ આંદોલન કરીશ. સાચી વાત બોલવા ટેવાલોય છું અને બોલીશ. ગેરકાયદ ખનન રોકવા કડક કામગીરી નહીં કરાય તો જનતા રેડ કરીશ અને હાઈકોર્ટમાં પણ જઈશ.
સરકારની કામગીરી પર સવાલ
ચોરવાડમાં ખનીજ માફિયા બેફામ બનતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. વિમલ ચુડાસમાએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે ખનીજ માફિયા પર આખરે કોણ મહેરબાન છે ? અને કેમ ચોરવાડમાં અનેક રજૂઆતો બાદ થઈ રહેલ ખનીજ ચોરીને લઈને કામગીરી કરવામાં આવતી નથી. ખનીજ માફિયાઓ પર સરકાર મહેરબાન હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો. ગૃહમાં આજે બજેટ સત્રના અંતિમ દિવસે તેમણે રજૂઆત કરતાં કહ્યું કે છેલ્લા ઘણા સમયથી ચોરવાડમાં મોટાપાયે માટીની ચોરી થઈ રહી છે. માટીની ચોરી થતા વિધાનસભાના બે માળ સમાઈ જાય એટલા ઊંડા જમીનમાં ખાડા જોવા મળે છે.
ગૃહમાંથી બહાર, વિમલ ચુડાસમા
સતત દગેરકાયદે ખનન મુદ્દે વિમલ ચુડાસમા ગૃહમાં રજૂઆત કરી. તેમણે કહ્યું કે છેલ્લા 10 દિવસથી રજૂઆત કરું છું છતાં કોઈ કામ થતું નથી. સતત કહેવા છતાં કોઈ અધિકારી આ ખનીજ ચોરીને લઈન કોઈ પગલા ભરતા નથી. વિમલ ચુડાસમા જ્યારે ગૃહમાં ગેરકાયદે ખનન મુદ્દે રજૂઆત કરતા હતા ત્યારે ગૃહ અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને અધ્યક્ષ બેસવા માટે કહ્યું. ધારાસભ્યએ આંદોલનની રજૂઆત કરી ત્યારે અધ્યક્ષે કહ્યું કે આવા નાટક નહીં ચાલે.
વિધાનસભા બહાર પ્રદર્શન
પોઇન્ટ ઓફ ઓર્ડર હોય તો નિયમ મુજબ કહેવું પડે. વારે વારે બોલતા વિમલ ચુડાસમાને ગૃહ બહાર મોકલાયા. ગૃહની કામગીરીથી અળગા કરાયેલ વિમલ ચુડાસમાએ હાર ના માનતા વિધાનસભા પગથિયે પ્લે કાર્ડ લઈને બેઠા. 200 થી 300 કરોડની ખનિજ ચોરી થઈ છે છતાં સરકાર સાંભળતી નથી. 22 વર્ષ થી રાજનીતિમાં છું ભાજપ મને હરાવવા આવ્યું હતું પણ હરાવી શક્યા નહીં. ધારાસભ્યએ કહ્યું કે મેં 93 મુજબ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. પરંતુ સરકારને પ્રજાની સમસ્યા અને પ્રશ્નો સાંભળવામાં રસ નથી ફક્ત ઉજવણી કરવામાં જ રસ છે.
કોંગ્રેસ નેતા આવ્યા સમર્થનમાં
વિમલ ચુડાસમના સમર્થનમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા આવ્યા. અમિત ચાવડાએ કહ્યું કે વિમલ ચુડાસમાએ પુરાવા આપ્યા છે. ખનીજ ચોરી થઈ રહી છે જેના જવાબમાં નાણાં મંત્રીએ જવાબ આપ્યો છે કે આવું કંઈ થતું નથી. એમને નિયમોનો કદાચ ખ્યાલ નથી પણ વિમલ ચુડાસમાનો માત્ર આશય કાર્યવાહી થાય તેનો જ છે. વિમલ ચુડાસમાએ ચોરવાડમાં ખનીજ ચોરી મુદ્દે પ્રવીણ રાઠોડ અને કેસરીને ખનિજ માફિયા કહ્યા. અને સરકારને કહ્યું કે આ બંને ખનીજ માફિયાને ત્યાં તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત સામે આવશે. પરંતુ અધિકારીઓ તેમના ઘરે તપાસ માટે જતા નથી. અને કામગીરી કરતા હોવાનો બનાવટ કરી જ્યાં ત્યાં દરોડા પાડી છે માલ સામાન જપ્ત કરે છે. શું ખનીજ માફિયાથી સરકાર ડરે છે ? કેમ ખ્યાતિકાંડની કાર્યવાહીની જેમ કેમ ખનીજ માફિયાઓને પકડવામાં આવતા નથી.









