- ગુજરાત કેડરમાં ફાળવવામાં આવ્યું 8 પ્રોબેશનરી IAS અધિકારીઓ
- 2023ની બેચના 8 પ્રોબેશનરી IAS અધિકારીઓની સીએમ સાથે મુલાકાત
- 8 અધિકારીઓ માંથી 7 અધિકારીઓ મહિલા IAS અધિકારીઓ
ગુજરાત કેડરમાં ફાળવવામાં આવેલ 2023ની બેચના 8 પ્રોબેશનરી IAS અધિકારીઓએ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ 8 અધિકારીઓમાં 7 મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમણે સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન-સ્પીપામાંથી ઇન્સ્ટિટ્યૂશનલ ટ્રેનિંગ પૂર્ણ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોબેશનરી અધિકારીઓને ગુજરાતમાં ઉચ્ચ પદ પર સેવારત થવાની મળેલી તક દ્વારા સદકર્મ અને સેવાકાર્યની સુવાસથી લોકોના હૃદયમાં સ્થાન મેળવવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીને મળેલા આ પ્રોબેશનરી IAS અધિકારીઓએ પોતાના પરિચય અને શૈક્ષણિક કારકિર્દીની વિગતો તથા તાલીમ દરમિયાનના અનુભવોથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા.










