• રાજ્યમાં શ્રમિક બસેરા યોજના અંતર્ગત કુલ 17 સ્થળે હંગામી આવાસ બનાવાશે
  • મુખ્યમંત્રીએ શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કરાવ્યો
  • રાજય સરકાર શ્રમિકોના જીવનધોરણ સુધારવા કટીબદ્ધ

રાજ્યમાં બાંધકામ શ્રમયોગીઓના કામની નજીક આવાસ અર્થે 'શ્રમિક બસેરા' યોજના અંતર્ગત ખાતમુહૂર્ત અને પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ ખાતે કુલ 17 સ્થળોએ અંદાજે 15000 શ્રમિકો માટે હંગામી આવાસ બનાવવામાં આવશે.

પ્રતિદિન 5 રૂપિયામાં શ્રમિકોને આશ્રય અપાશે

આ યોજના દ્વારા પ્રતિ વ્યકિતને પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં પાણી, વીજળી, સ્ટ્રીટલાઈટ, શૌચાલય, સુરક્ષા જેવી તમામ સવલતો મળશે. આગામી 3 વર્ષમાં 3 લાખ શ્રમિકો માટેના આવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જન્મથી મૃત્યુ સુધીના તમામ અગત્યના તબક્કે ગુજરાત સરકાર શ્રમિકોના પડખે રહી તેમના જીવનધોરણ સુધારવા કટીબદ્ધ છે.


કાર્યક્રમમાં 28 લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા

ગુજરાતમાં ભોજન, આવાસ, તબીબી સારવાર, વીમો, તાલીમ, આકસ્મિક મૃત્યુ સહાય, પ્રસુતિ, શિક્ષણ, સાધન, અંત્યેષ્ઠી સહાયથી શ્રમિકો સલામત છે. આ કાર્યક્રમમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કુલ 28 લાભાર્થીઓને વિવિધ યોજનાઓના ચેક પણ વિતરણ કરવામાં આવ્યા છે.

3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનું લક્ષ્ય

આ પ્રસંગે સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય અમિતભાઈ શાહ, અમિતભાઈ ઠાકર, દિનેશસિંહ કુશવાહા, અમૂલભાઈ ભટ્ટ, દર્શનાબેન વાઘેલા, કૌશિકભાઈ જૈન, કંચનબેન રાદડિયા સહિત મહાનગરપાલિકાના હોદ્દેદારો, જિલ્લા વહીવટી તંત્ર, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શ્રમિક ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Follow us on: