ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં 200થી વધુ સમર કેમ્પ કરી બાળકોમાં સંસ્કૃતિનું સિંચન થાય યોગ પ્રાણાયામ આસનો સૂર્ય નમસ્કાર ગીતા નાશ્લોક પ્રાર્થના અને મંત્રો શીખે ગમ્મત સાથે તાલ મળે તે માટે આયોજન કરાયું હતુ. ગાંધીનગર જિલ્લામાં કો ઓડિટર ભાવનાબેન જોષીએ આઠ સમર કેમ્પનું આયોજીત કર્યા હતા.


જેમાં સ્વર્ણિમપાર્કમાં હેતલબેન, પ્રિયાબેન અને દિલીપભાઈ દ્વારા, સેક્ટર-5ના ગાર્ડનમાં યોગ કોચ આશાબેન મહેતા દ્વારા, કુડાસણામાં ગુડા ગાર્ડન ખાતે જીતેશભાઈ, શ્રાદ્ધાબેન અને ઇન્દુભાઇ દ્વારા, સરગાસણમાં સોનલબા, વિનોદભાઈ અને યોગેશભાઈ દ્વારા, રાયસણ ગાર્ડનમાં વંદનાબેન ,શ્વેતાબેન અને પૂનમબેન દ્વારા કલોલમાં પારુલબેન, જિજ્ઞાબેન અને ભાવેશભાઈ દ્વારા, દહેગામમાં મંજુલાબેન, ડિમ્પલબેન અને રાજુભાઈ દ્વારા, ભાટ ખાતે આશાબેન અને ભાગવતભાઈ દ્વારા સફ્ળ સમર કેમ્પ યોજ્યા હતા. જિલ્લામાં કુલ આઠ સમર કેમ્પમાં એક હજારથી વધુ બાળકો અને તેમના વાલીઓએ યોગ શીખ્યા હતા.


  • Follow us on: