રાજ્યભરમાં થયેલી આંદોલનની તૈયારીઓ વચ્ચે ગાંધીનગર જિલ્લા લેબોરેટરી ટેક્નિશિયન મંડળ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન અપાયું હતું. જેમાં લેબોરેટરી ટેક્નિશિયનને પગારમાં રહેલી વિસંગતતા દૂર કરવા કરવા સહિતની માંગણી કરી હતી.


ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશ્યન (પેથોલોજી) મહામંડળ દ્વારા આંદોલનની જાહેરાત કરી છે. જે અનુસંધાને ગાંધીનગર જિલ્લાના લેબોરેટરી ટેક્નિશિયન મંડળ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું. જેમાં પગારમાં રહેલી વિસંગતતા દૂર કરી, કોવિડ મહામારી વખતે જાહેર રજાના દિવસોમાં કરેલી કામગીરીના 130 દિવસનો પગાર આપવા, ઈન્ફેક્શન એલાઉન્સ આપવા તેમજ કામગીરીનું ભારણ હોય ત્યાં એક આસિસ્ટન્ટ આપવા માંગણી કરાઈ છે. રાજ્ય મંડળ દ્વારા જાહેર કરાયેલા આંદોલનાત્મક કાર્યક્રમમાં જિલ્લાના કર્મચારીઓ પણ જોડાયા છે. જિલ્લાકક્ષાએ અપાયેલા આવેદનો બાદ કોઈ હકારાત્મક નિર્ણય નહીં આવે તો 4 માર્ચે સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલનમાં જિલ્લાના કર્મચારીઓ પણ જોડાશે. આ સાથે 11 માર્ચે સત્યાગ્રહ છાવણીથી સચિવાલય સુધીની રેલીમાં પણ હાજર રહેવા માટે કર્મચારીઓ દ્વારા તૈયારી કરી લેવાઈ છે.


  • Follow us on: