ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસોથી હડતાળ કરી રહ્યા છે, ત્યારે આજે આરોગ્ય કર્મચારીઓ સામે પોલીસની કડકાઈ જોવા મળી છે. ડિટેઈન કરેલી મહિલાઓને પોલીસ કર્મચારીઓએ રસ્તામાં અધવચ્ચે જ ઉતારી દીધી છે. મહિલા કર્મચારીઓને અડાલજ ઉતારી દેવામાં આવી છે. મહિલાઓને રસ્તા વચ્ચે જ ઉતારી દેવાતા રોષ જોવા મળી રહ્યો છે. બીજા જિલ્લાઓમાંથી આવેલી મહિલાઓને રસ્તામાં અધવચ્ચે જ ઉતારી દેવામાં આવી છે.


[[$googlead]]

નર્મદા જિલ્લામાં 119 આરોગ્યકર્મી છુટા કરાયા

બીજી તરફ ગઈકાલે નર્મદા જિલ્લામાં 119 આરોગ્યકર્મીને છુટા કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે. હડતાળમાં જોડાયેલા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. MPHWના 49 અને FHWના 70 કર્મચારીઓ છૂટા કરવામાં આવ્યા છે. જિલ્લામાં કામ કરતા 119 કર્મચારીને 28 માર્ચ 2025થી તાત્કાલિક છુટા કરવામાં આવ્યા છે. આ તમામ લોકો હાલ ચાલી રહેલી હડતાળમાં જોડાયા હતા અને રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે છુટા કરવામાં આવ્યા છે.

[[$alsoread]]

પાટણમાં 400 આરોગ્યકર્મીઓને બરતરફ કરાયા

આ સિવાય પાટણમાં પણ 400 આરોગ્યકર્મીઓને બરતરફ કરવામાં આવ્યા છે. હડતાળના કારણે આરોગ્ય સેવાઓ પર અસર પડી રહી છે. હડતાળમાં ઉતરેલા આરોગ્યકર્મીઓને બરતરફ કરવામાં આવ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કર્મીઓ હડતાળ પર ઉતર્યા હતા, જિલ્લા આરોગ્ય વહીવટી તંત્રની કડક સૂચનાથી કાર્યવાહી કરવામાં આવી છે. નોકરી પર હાજર ન થતા કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. જિલ્લા આરોગ્ય વહીવટી તંત્રની કડક સૂચનાના પગલે કાર્યવાહી કરવામાં આવી છે. ફિક્સ પગાર પર આરોગ્યનું કામ કરતા કેટલાક કર્મીઓ હાજર થયા હતા, જે હાજર ન થયા તેમની સામે કાર્યવાહીના પગલા લેવામાં આવ્યા છે.

  • Follow us on: